________________
| ત્રીસમું પદ પશ્યતા
[ ૨૯ ]
गोयमा ! चउव्विहा पण्णत्ता, तं जहा- सुयणाणसागारपासणया, ओहिणाणसागारपासणया, सुयअण्णाणसागारपासणया, विभंगणाणसागारपासणया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારના સાકારપશ્યતા હોય છે?
ઉત્તર– હે ગૌતમ! ચાર પ્રકારના સાકારપશ્યતા હોય છે, જેમ કે – (૧) શ્રુતજ્ઞાન સાકારપશ્યતા (૨) અવધિજ્ઞાન સાકારપશ્યતા (૩) શ્રતઅજ્ઞાન સાકારપશ્યતા અને (૪) વિર્ભાગજ્ઞાન સાકારપશ્યતા. |६ रइयाणं भंते ! अणागारपासणया कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता,त जहा- चक्खुदसणअणागारपासणया य ओहिदसणअणागारपासणया य । एवं जाव थणियकुमार । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના અનાકારપશ્યતા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! બે પ્રકારના પશ્યતા હોય છે, જેમ કે – (૧) ચક્ષુદર્શન અનાકારપશ્યતા અને (૨) અવધિદર્શન અનાકારપશ્યતા. આ જ રીતે સ્વનિતકુમારો સુધીના દેવોના પશ્યતા જાણવા જોઈએ. | ७ पुढविक्काइयाणं भंते ! कइविहा पासणया पण्णत्ता ? गोयमा ! एगा सागारपासणया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પૃથ્વીકાયિક જીવોને કેટલા પ્રકારના પશ્યતા હોય છે ? ઉત્તર- હે ગૌતમ! તે જીવોને એક સાકારપશ્યતા હોય છે. | ८ पुढविक्काइयाणं भंते ! सागारपासणया कइविहा पण्णत्ता ? गोयमा ! एगा सुयअण्णाणसागारपासणया पण्णत्ता । एवं जाव वणस्सइकाइयाणं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પૃથ્વીકાયિક જીવોને સાકારપશ્યતા કેટલા પ્રકારના હોય છે? ઉત્તરહે ગૌતમ ! તે જીવોને એકમાત્ર શ્રતઅજ્ઞાન સાકારપશ્યતા હોય છે. આ જ રીતે વાવત વનસ્પતિકાયિક સુધી જીવોના પશ્યતા જાણવા જોઈએ. | ९ बेइंदियाणं भंते ! कइविहा पासणया पण्णत्ता ? गोयमा ! एगा सागारपासणया पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! બેઇન્દ્રિય જીવોને કેટલા પ્રકારના પશ્યતા હોય છે ? ઉત્તર- હે ગૌતમ! તે જીવોને એકમાત્ર સાકારપશ્યતા હોય છે. १० बेइंदियाणं भंते ! सागारपासणया कइविहा पण्णत्ता ? गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा- सुयणाणसागारपासणया य सुयअण्णाणसागारपासणया य । एवं तेइंदियाण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! બેઇન્દ્રિય જીવોને સાકારપશ્યતા કેટલા પ્રકારના હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે જીવોને બે પ્રકારના સાકારપશ્યતા હોય છે, જેમ કે – શ્રુતજ્ઞાન સાકારપશ્યતા અને (૨) શ્રુતઅજ્ઞાન સાકારપશ્યતા. આ જ રીતે તે ઇન્દ્રિય જીવોની પણ વક્તવ્યતા જાણવી જોઈએ.