SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણત્રીસમું પદ : ઉપયોગ ૨૫૯ ઓગણત્રીસમું પદ : ઉપયોગ (PP/P||P||||||P||P// ઉપયોગના ભેદ-પ્રભેદઃ ↑ | વિષે ખં ભંતે ! વોને પળત્તે ? નોયમા ! તુવિષે વોને પળત્તે, ત जहा - सागारोवओगे य अणागारोवओगे य । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ઉપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! બે પ્રકાર છે, જેમ કે– સાકારોપયોગ અને અનાકારોપયોગ. २ सागारोवओगे णं भंते ! कइविहे पण्णत्ते ? गोमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणसागारोवओगे, सुयणाणसागारोवओगे, ओहिणाणसागारोवओगे, मणपज्जवणाणसागारोवओगे, केवलणाणसागारोवओगे, मइअण्णाणसागारोवओगे, सुयअण्णाणसागारोवओगे, विभंगणाणसागारोवओगे । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સાકારોપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! આઠ પ્રકાર છે, જેમ કે– (૧) આભિનિબોધિકજ્ઞાન સાકારોપયોગ (૨) શ્રુતજ્ઞાન સાકારોપયોગ (૩) અવધિજ્ઞાન સાકારોપયોગ (૪) મન:પર્યવજ્ઞાન સાકારોપયોગ (૫) કેવળજ્ઞાન સાકારોપયોગ (૬) મતિ અજ્ઞાન સાકારોપયોગ (૭) શ્રુતઅજ્ઞાન સાકારોપયોગ અને (૮) વિભંગજ્ઞાન (અવિધ અજ્ઞાન) સાકારોપયોગ. ३ अणागारोवओगे णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- चक्खुदंसण-अणागारोवओगे, अचक्खुदंसण-अणागारोवओगे, ओहिदंसणअणागारोवओगे, केवलदंसण- अणागारोवओगे । एवं जीवाणं पि । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનાકારોપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ચાર પ્રકાર છે, જેમ કે – (૧) ચક્ષુદર્શન અનાકારોપયોગ (૨) અચક્ષુદર્શન અનાકારોપયોગ (૩) અવધિદર્શન અનાકારોપયોગ અને (૪) કેવળદર્શન અનાકારોપયોગ. આ જ પ્રમાણે સમુચ્ચય જીવોના સાકારોપયોગના આઠ અને અનાકારોપયોગના ચાર પ્રકાર છે. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં ઉપયોગના ભેદ-પ્રભેદનું કથન છે. ઉપયોગ– જેના દ્વારા જીવ વસ્તુનો બોધ કરવા માટે પ્રવૃત્તિ કરે છે તે ઉપયોગ છે તેમજ જીવની ચેતના શક્તિનો એટલે કે જ્ઞાન-દર્શન ગુણનો પ્રયોગ, તે ઉપયોગ છે. તેના બે ભેદ છે– (૧) સાકારોપયોગ અને (૨) અનાકારોપયોગ.
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy