________________
૨૫૮
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
ઓગણત્રીસમું પદ આ જ ક ક ક ક ક ક ક ક ક ક ક ક .
|પરિચય
આ પદનું નામ ઉપયોગ પદ છે.
આત્માની ચૈતન્ય શકિતનો પ્રયોગ તે ઉપયોગ છે. ઉપયોગ, તે જીવનું લક્ષણ છે. જેમ ધુમાડાથી અગ્નિને જાણી શકાય, ધ્વજાથી મંદિરને જાણી શકાય તેમ ઉપયોગ રૂપ લક્ષણથી જીવને જાણી શકાય છે.
આત્મા સ્વયં જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે. તે બંને આત્માના અભિન્ન ગુણો છે. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે– ને આવ રે વUM, ને વિUMાયા સે આયા જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે.
આત્મા સ્વયં પોતાની જ્ઞાન-દર્શન રૂપ શક્તિનો પ્રયોગ જ્યારે કરે ત્યારે તે ઉપયોગ કહેવાય છે. શાસ્ત્રકાર જ્ઞાન ગુણના ઉપયોગને સાકારોપયોગ અને દર્શન ગુણના ઉપયોગને અનાકારોપયોગ કહે છે.
કર્મના ક્ષયોપશમ અને ક્ષય આદિની તરતમતાના આધારે સાકારોપયોગના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન રૂપ આઠ પ્રકાર થાય છે તથા અનાકારોપયોગના ચાર દર્શન રૂપે ચાર પ્રકાર થાય છે. આ રીતે સાકારોપયોગના આઠ અને અનાકારોપયોગના ચાર ભેદ મળીને ઉપયોગના બાર ભેદ થાય છે.
પ્રત્યેક જીવને પોતાની યોગ્યતા અનુસાર ભિન્ન-ભિન્ન સંખ્યામાં ઉપયોગ હોય છે. પ્રસ્તુત પદમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં પ્રાપ્ત થતા ઉપયોગોનું વર્ણન કર્યું છે.