________________
અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
[ ૨૧૩ ]
નથી. આ રીતે ભાષા ઉદ્દેશકમાં કહ્યું છે, તે જ પ્રમાણે નૈરયિકો યાવતુ નિયમા છએ દિશાઓમાંથી આવેલા પુદ્ગલોનો આહાર કરે છે.
બાલ્ય-પ્રધાનતાની અપેક્ષાએ નૈરયિકો વર્ણથી કાળા અને નીલા, ગંધથી દુર્ગધી, રસથી કડવા અને તીખા, સ્પર્શથી કર્કશ, ગુરુ, શીત અને રૂક્ષ પુદ્ગલ દ્રવ્યોનો આહાર કરે છે. તે પુગલોના પૂર્વના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણનું વિપરિણમન કરી, પરિપીડત કરી(છિન્ન-ભિન્ન કરી), નાશ કરી, વિધ્વંસ કરીને બીજા અપૂર્વ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણને ઉત્પન્ન કરીને પોતાના શરીર અવગાહિત ક્ષેત્રમાં રહેલા પુદ્ગલોનો સર્વ આત્મપ્રદેશો વડે આહાર કરે છે. ११ णेरइया णं भंते ! सव्वओ आहारैति, सव्वओ परिणामति, सव्वओ ऊससंति, सव्वओ णीससंति, अभिक्खणं आहारति, अभिक्खणं परिणामेंति, अभिक्खणं ऊससंति, अभिक्खणं णीससंति, आहच्च आहारेंति, आहच्च परिणामेति, आहच्च ऊससंति, आहच्च णीससंति ? हंता गोयमा ! णेरइया सव्वओ आहारैति एवं तं चेव जाव आहच्च णीससति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિક સર્વતઃ એટલે સર્વ આત્મપ્રદેશોથી આહાર કરે છે? પૂર્ણરૂપે પરિણત કરે છે? સર્વાત્મપ્રદેશો વડે ઉચ્છવાસ લે છે, સર્વાત્મપ્રદેશો વડે નિઃશ્વાસ મૂકે છે? વારંવાર આહાર કરે છે? વારંવાર પરિણમાવે છે? વારંવાર ઉચ્છવાસ લે છે? વારંવાર નિઃશ્વાસ મૂકે છે? અથવા ક્યારેક આહાર કરે છે? ક્યારેક પરિણમન કરે છે? ક્યારેક ઉચ્છવાસ લે છે અને ક્યારેક નિઃશ્વાસ મૂકે છે?
ઉત્તર- હા ગૌતમ! નૈરયિકો સર્વતઃ આહાર કરે છે, આ રીતે યાવતું ક્યારેક નિઃશ્વાસ મૂકે છે. १२ णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेहंति ते णं तेसिं पोग्गलाणं सेयालंसि कइभागं आहारैति कइभागं आसाएंति ?
गोयमा ! असंखेज्जइभागं आहारेंति, अणंतभागं आसाएंति । ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો જે પુગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે પુગલોના કેટલા ભાગનો આહાર ભવિષ્યકાલમાં કરે છે. કેટલા ભાગનો આસ્વાદ કરે છે?
ઉત્તર- હે ગૌતમ!મૈરયિકો જે પુદગલોને આહારપણે ગ્રહણ કરે છે, ભવિષ્યકાલમાં તે પુદગલોના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનંતમા ભાગનો આસ્વાદ લે છે. |१३ णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेण्हति, ते किं सव्वे आहारैति णो सव्वे आहारैति ? गोयमा ! ते सव्वे अपरिसेसिए आहारैति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તે સર્વ પુગલોનો આહાર કરે છે કે સર્વ પુગલોનો આહાર કરતા નથી ? ઉત્તર-હે ગૌતમ! તે સર્વ અપરિશેષ પુગલોનો આહાર કરે છે. १४ णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेहंति, ते णं तेसिं पोग्गला कीसत्ताए भुज्जो-भुज्जो परिणमंति?