________________
[ ૧૪૨ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
૭. ગોત્ર (૨) (૧) ઊંચ ગોત્ર (૨) નીચ ગોત્ર |
| (૧) ઊંચ ગોત્રના ૮ ભેદ, ઊંચ-શ્રેષ્ઠ જાતિ, કુળ, |[૨] ઉત્તર પ્રકૃતિ પ્રમાણે
બળ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય (૨)
નીચ ગોત્રના ૮ ભેદ નીચ જાતિ આદિ. ૮, અંતરાય I[૫ (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગવંતરાય (૪) ઉપભોગાંતરાય
ઉત્તર પ્રકૃતિ પ્રમાણે (૫) વિયતરાય. કર્મપ્રકૃતિઓની સ્થિતિ:|३३ णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર–હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટત્રીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ३४ णिद्दापंचयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सागरोवमस्स तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणिया, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નિદ્રાપંચક (દર્શનાવરણીય)કર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના ભાગની છે અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ३५ दसणचउक्कस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ; तिण्णि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દર્શન ચતુષ્ક(દર્શનાવરણીય)કર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ३६ सायावेयणिज्जस्स इरियावहियबंधगं पडुच्च अजहण्णमणुक्कोसेणं दो समया,