________________
૧૪૦
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૩
ગોત્રકર્મ :
३० गोए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा - उच्चागोए य णीयागोए य ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ગોત્રકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– ઊંચગોત્ર અને નીચગોત્ર.
३१ उच्चागोए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा- जाइविसिट्ठया जाव इस्सरियविसिट्ठया । एवं णीयागोए वि, णवरंजाइविहीणया जाव इस्सरियविहीणया ।
•
ભાવાર્થ :- પ્રશ્ન હે ભગવન્ ! ઊંચગોત્ર કર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના આઠ પ્રકાર છે, યથા— જાતિવિશિષ્ટતા યાવત્ ઐશ્ર્વર્યવિશિષ્ટતા. આ જ પ્રમાણે નીચગોત્ર પણ આઠ પ્રકારનું છે. તેમાં વિશેષતા એ છે કે તે ઊંચગોત્રથી વિપરીત છે જેમ કે– જાતિવિહીનતા યાવત્ ઐશ્વર્યવિહીનતા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ગોત્ર કર્મના બે ભેદ ઊંચગોત્ર અને નીચગોત્ર તથા બંનેના આઠ-આઠ પેટાભેદનું
નિરૂપણ છે.
જે કર્મના ઉદયથી જીવ ઊંચ કે નીચકુળમાં જન્મ ધારણ કરે છે, તેને ગોત્રકર્મ કહે છે. તેના બે ભેદ છે. જે કર્મના ઉદયે લોકમાં સંમાનિત, પ્રતિષ્ઠિત જાતિ-કુળાદિની પ્રાપ્તિ થાય છે તથા ઉત્તમ બળ, તપ, રૂપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય, આદિની પ્રાપ્તિ થાય છે, તે ઊંચ ગોત્ર છે.
જે કર્મના ઉદયથી લોકમાં નિંદિતકુળ, જાતિ આદિ આઠ બોલની હીનતા પ્રાપ્ત થાય છે, તેને નીચગોત્ર કહે છે. ઊંચ અને નીચ ગોત્રકર્મની આઠ-આઠ પ્રકૃતિઓનું સ્પષ્ટીકરણ પ્રથમ ઉદ્દેશક પ્રમાણે જાણવું. અંતરાયકર્મ:
३२ अंतराइए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- दाणंतराइए जाव वीरियंतराइए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અંતરાયકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમ કે— દાનાંતરાય યાવત્ વીર્યંતરાયકર્મ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં અંતરાયકર્મની ઉત્તર પ્રકૃતિઓનું કથન છે.
જે કર્મના ઉદયથી જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય(પરાક્રમ)માં અંતરાય-વિઘ્ન ઉત્પન્ન થાય, તેને અંતરાયકર્મ કહે છે. તેના પાંચ ભેદ છે. પાંચે પ્રકૃતિઓનું સ્વરૂપ ઉદ્દેશક-૧ પ્રમાણે જાણવું.