________________
[ ૧૨૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય. જીવ ચાર કારણે નરકાદિ ગતિનો આયુ બંધ કરે છે. તે કર્મ યથાસમયે તરૂપે ઉદયમાં આવે છે અને સ્થિતિ પ્રમાણે નિકાચિત રૂપે જીવ તેનો અનુભવ કરે છે.
આયુષ્ય કર્મનું ફળ ક્યારેક પરતઃ પ્રાપ્ત થાય છે, જેમ કે- વર્તમાન ભવના આયુષ્યને અપવર્તન (અલ્પ) કરનારાશસ્ત્ર આદિનો સંયોગ થાય,વિષમિશ્રિત આહારનું પરિણમન થાય અથવા તથા પ્રકારના સંયોગે સ્વાભાવિક રીતે અત્યંત શીત કે અત્યંત ઉષ્ણ પુદ્ગલોનો સંયોગ થાય, આ રીતે કોઈપણ નિમિત્તથી વર્તમાન ભવનું આયુષ્ય પૂર્ણ થાય અને જીવ નારકી રૂપે ઉત્પન્ન થઈને નરકાયુષ્યને ભોગવે તો તે નરકાયુષ્યનો ઉદય પરતઃ કહેવાય છે. ક્યારેક અન્ય નિમત્ત વિના પણ વર્તમાન આયુષ્ય પૂર્ણ થાય અને તે જીવ નરકમાં ઉત્પન્ન થઈને નરકાયુષ્યનું વેદન કરે, તે સ્વતઃ ઉદય કહેવાય છે. આ રીતે ચારે ય પ્રકારના આયુષ્યનો વિપાક સમજવો. શુભ-અશુભ નામકર્મનો વિપાક:- નામકર્મના મુખ્ય બે ભેદ છે- શુભનામકર્મ અને અશુભનામ કર્મ. શુભનામકર્મ ૧૪ પ્રકારે પોતાનું ફળ આપે છે.
(૧થી૫) ઇષ્ટ શબ્દ– શુભનામ કર્મના સંયોગે પોતાના શબ્દો સ્વયંને, અન્યને અનુકૂળ કે મનગમતા લાગે, શ્રવણ કરતાં આનંદ થાય, તે જ રીતે પોતાના શરીરની આકૃતિ-રૂપ ગંધ, રસ અને સ્પર્શ અનુકૂળ હોય, તે સ્વયંને અને બીજાને પ્રિય લાગે, તે સર્વે શુભ નામ કર્મનું ફળ છે. આ રીતે ઇષ્ટ શબ્દ, ઇષ્ટરૂપ, ઇષ્ટગંધ, ઇન્ટરસ અને ઇષ્ટસ્પર્શનું સ્વરૂપ છે. (૬) ઇષ્ટ ગતિ- તેના બે અર્થ છે– (૧) દેવગતિ કે મનુષ્યગતિ અથવા (૨) હાથી આદિ જેવી ઉત્તમ ચાલ. (૭) ઇષ્ટ સ્થિતિ- ઇષ્ટ અને સહજ સિંહાસન આદિ પર આરોહણ (૮) ઇષ્ટ લાવણ્ય-અભિષ્ટ કાંતિ વિશેષ અથવા શારીરિક સૌંદર્ય (૯) ઇષ્ટ યશકીર્તિ-વિશિષ્ટ પરાક્રમ પ્રદર્શિત કરવાથી થનારી ખ્યાતિને યશ કહે છે અને દાન, પુણ્ય આદિથી થનારી ખ્યાતિને કીર્તિ કહે છે. (૧૦) ઇષ્ટ ઉત્થાનાદિ– શરીર સંબંધી ચેષ્ટાને ઉત્થાન, ભ્રમણ આદિને કર્મ, શારીરિક શક્તિને બળ, આત્માથી ઉત્પન્ન થનારા સામર્થ્યને વીર્ય, આત્મજન્ય સ્વાભિમાન વિશેષને પુરુષાકાર અને પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરાવે તેવા પુરુષાર્થને પરાક્રમ કહે છે. (૧૧) ઇષ્ટ સ્વર- વણા આદિની સમાન વલ્લભસ્વર (૧૨) કાંતસ્વર- કોયલના સ્વર સમાન કમનીય સ્વર. સામાન્ય રીતે ઇચ્છિત સ્વર. (૧૩) પ્રિયસ્વર- વારંવાર સાંભળવો ગમે, તે પ્રિયસ્વર અને (૧૪) મનોજ્ઞ સ્વર- મનને ગમે તેવો સ્વર કોઈ પણ પૂર્વ પરિચય ન હોવા છતાં સ્વાભાવિક રીતે અન્યને આપણો સ્વર આકર્ષક અને મનોહર લાગે, તે મનોજ્ઞ સ્વર કહેવાય છે. ઇષ્ટ શબ્દમાં શબ્દોની મધુરતા છે અને કટુતા રહિત શબ્દોનો પ્રયોગ થાય છે; જ્યારે ઇષ્ટ સ્વરમાં કંઠની મધુરતા પ્રમુખ છે. અશુભનામકર્મનો વિપાક – અશુભનામકર્મનો ઉદય પણ શુભનામકર્મની જેમ ૧૪ પ્રકારનો છે. તે શુભનામકર્મથી વિપરીત છે.
(૧) અનિષ્ટ શબ્દ– પોતાના શબ્દોનો પ્રયોગ સ્વયંને તથા અન્યને પ્રતિકૂળ લાગે, મનગમતા શબ્દો ન હોય, તે અનિષ્ટ શબ્દ કહેવાય છે, જેમ કે કાગડા, કૂતરા, ગધેડા આદિ જીવોના કર્કશ શબ્દો અનિષ્ટ હોય છે, તે કોઈને પણ ઇષ્ટ લાગતા નથી. (૨–૫) પોતાના શરીરના રૂપ, ગંધ આદિ પ્રતિકૂળ અમનોજ્ઞ હોય, તો તે અનિષ્ટ રૂપ, ગંધ આદિ કહેવાય છે. આ રીતે અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું સ્વરૂપ ઇષ્ટ શબ્દાદિથી વિપરીત પોતાના શરીરની અપેક્ષાએ હોય છે. (૬) અનિષ્ટ ગતિ- ઊંટ જેવી અસુંદર ગતિ, (૭) અનિષ્ટ સ્થિતિ- સહજ રીતે તુચ્છ સ્થાનમાં સ્થિતિ, (૮) અનિષ્ટ લાવણ્ય- કાંતિ રહિત નિસ્તેજ શરીર, (૯) અશોકીર્તિ-અપયશ પામવો. (૧૦) અનિષ્ટ ઉત્થાનાદિ, (૧૧) અનિષ્ટ