________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૧
૧૧૯ ]
આ રીતે પાંચે ઇન્દ્રિયોના પ્રતિકુળ વિષયોની પ્રાપ્તિ થવી. ક્યારેક બાહ્ય નિમિત્તથી અને ક્યારેક બાહ્ય નિમિત્ત વિના સ્વતઃ મનની અપ્રસન્નતા, દ્વિધા, મુંઝવણ આદિની અનુભૂતિ થવી, તેમજ વચન અને કાયાનું વિપરીત વર્તન કરવું. સંક્ષેપમાં પ્રતિકૂળ સંયોગો, પ્રતિકૂળ વાતાવરણ અને પ્રતિકૂળ પુદ્ગલોની પ્રાપ્તિ થવી તે અશાતા વેદનીય કર્મનું ફળ છે. મોહનીયકર્મનો પાંચ પ્રકારનો વિપાક:- મોહનીય કર્મના મુખ્ય બે ભેદ છે– દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય.
દર્શનમોહનીય- દર્શન-શ્રદ્ધામાં બાધક બને તે દર્શનમોહનીય કર્મ છે. દર્શન મોહનીયકર્મનું વેદન ત્રણ પ્રકારે થાય છે– (૧) સમ્યકત્વ વેદનીય-જે કર્મના ઉદયમાં ક્ષયોપશમ સમકિત થાય પરંતુ ઉપશમ કે ક્ષાયિક સમકિતમાં બાધક બને, તે કર્મ સમ્યકત્વ વેદનીય કહેવાય છે. જીવ સમ્યગદર્શન પ્રાપ્ત કરેત્યારે મિથ્યાત્વના દલિકોના ત્રણ પુંજ કરે છે–શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ.મિથ્યાત્વના શુદ્ધ થયેલા દલિકોનું વેદન થાય, તે જ સમ્યકત્વવેદનીય કર્મ છે. તેના ઉદયમાંક્ષાયોપથમિક સમકિત થાય છે. સમ્યગ્દર્શનની અનુભૂતિ હોવાથી શમ-સંવેગ આદિ પરિણામોનું વેદના થાય છે, પરંતુ તેમાં મોહનીયકર્મના શુદ્ધ દલિકોનું વેદન થતું હોવાથી તે સમ્યકત્વમાં ચલ, મલ અને અગાઢ દોષ ઉત્પન્ન થતા રહે છે. (૨) મિશ્ર વેદનીય- મિથ્યાત્વના અર્ધ શુદ્ધ દલિકોનું વેદન કરવું, તે મિશ્ર મોહનીય છે. તેના ઉદયથી જીવની દષ્ટિમિશ્ર રહે છે અર્થાત્ સભ્યત્વ અને મિથ્યાત્વ રૂપ મિશ્રપરિણામનું વદન હોય છે. આ પ્રકૃતિના ઉદયથી જીવ કુદેવ, કુગુરુ અને કુધર્મ પર પણ શ્રદ્ધા કરે છે તેમજ સુદેવ, સુગુરુ અને સુધર્મમાં પણ શ્રદ્ધા રાખે છે તથા બંને પ્રકારના આચરણ પણ કરે છે પરંતુ શુદ્ધ વીતરાગ ધર્મમાં સ્થિર થાય નહીં. (૩) મિથ્યાત્વ વેદનીય-મિથ્યાત્વના અશુદ્ધ દલિકોનું વેદન કરવું, તે મિથ્યાત્વવેદનીય છે. તેના ઉદયથી જીવની મિથ્યાદષ્ટિ થાય અર્થાતુ કુદેવ, ગુરુ અને કુધર્મમાં સુદેવ આદિ બુદ્ધિ થાય અને શ્રદ્ધાનો અભાવ થાય છે.
ચારિત્ર મોહનીય– ચારિત્ર–સદાચરણમાં, ચારિત્રપાલનમાં બાધક બને તે ચારિત્ર મોહનીય કર્મ છે. તેનું વેદન બે પ્રકારે થાય છે– (૧) કષાય વેદનીય- ક્રોધ, માન, માયા, લોભના પરિણામોનું વેદન કરવું, તે કષાય વેદનીય છે. (૨) નોકષાય વેદનીય- કષાયને પ્રગટ કરનારા, કષાયને સહાયક હાસ્ય, રતિ, અરતિ આદિ પરિણામોનું વેદન કરવું, તે નોકષાય વેદનીય છે.
મોહનીય કર્મની પ્રકૃતિઓ પોતાનું ફળ આપે ત્યારે વિવિધ પરિણામોનું વેદન થતું હોવાથી સૂત્રકારે સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય આદિ દરેક પ્રકૃતિ સાથે ‘વેદનીય’ શબ્દ પ્રયોગ કર્યો છે.
મોહનીય કર્મનું વેદન પરતઃ એટલે પુગલના નિમિત્તથી થાય અને ક્યારેક સ્વતઃ થાય છે, જેમ કે– મેઘ ધનુષના પલટાતા રંગને જોઈને વૈરાગ્યના પરિણામ જાગૃત થાય અને શમ, સંવેગ આદિ સમ્યકત્વ ગુણોનો વિકાસ થાય, તો તેને ત્યારે સમ્યકત્વ મોહનીયનું વેદન પરત છે. કર્મના ઉદયમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ભવ, તે પાંચે નિમિત્ત રૂપ બને છે.
સમ્યકત્વ વેદનીયના અનુભવમાં મેઘધનુષનું રૂપ એટલે કે દ્રવ્ય” કારણભૂત બન્યું, તે જ રીતે કોઈ ક્ષેત્રાદિ પણ કારણભૂત બને છે; ક્યારેક બાહ્ય નિમિત્ત વિના પણ સમ્યકત્વ વેદનીય કર્મના ઉદયથી જીવના પ્રશમ આદિ પરિણામ થાય છે. આયુષ્યકર્મનો ચાર પ્રકારનો વિપાક - આયુષ્ય કર્મ ચાર પ્રકારે ભોગવાય છે– નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય,