________________
[ ૧૧૪]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
....
२३ अंतराइयस्स णं भंते ! कम्मस्स जीवेणं पुच्छा ? ___ गोयमा ! अंतराइयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव पंचविहे अणुभावे पण्णत्ते, तं जहा- दाणंतराए, लाभंतराए, भोगंतराए, उवभोगंतराए, वीरियंतराए । जं वेदेइ पोग्गलं वा पोग्गले वा जाव वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं अंतराइयं कम्मं वेदेइ । एस णं गोयमा ! अंतराइए कम्मे । एस णं गोयमा ! जाव पंचविहे अणुभावे पण्णत्ते । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! જીવે બાંધેલા અંતરાય કર્મનો કેટલા પ્રકારનો વિપાક હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવે બાંધેલા અંતરાય કર્મનો યાવતુ પાંચ પ્રકારનો વિપાક હોય છે. તે આ પ્રમાણે છે– (૧) દાનાંતરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગાંતરાય, (૪) ઉપભોગાંતરાય, (૫) વીર્યાતરાય. જે પુદ્ગલને વેદે છે અથવા પુદ્ગલ પરિણામને યાવત્ સ્વભાવથી જ પુલોના પરિણામને વેદે છે અને તે-તે કર્મપ્રકૃતિના ઉદયથી જીવ અંતરાયકર્મ વેદે છે.
હે ગૌતમ! આ અંતરાય કર્મ છે યાવત આ અંતરાયકર્મનો પાંચ પ્રકારનો વિપાક હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આઠે કર્મ પ્રકૃતિઓના વિપાકનું વિસ્તૃત વર્ણન છે. જીવે બાંધેલા કર્મો જ ઉદયમાં આવે છે અને ઉદયમાં આવેલા કર્મોનું જ વેદન–અનુભવ થાય છે.
સૂત્રકારે કર્મપ્રકૃતિઓના વિપાકનું કથન કરતાં પહેલાં કર્મબંધની અને ઉદયને પ્રાપ્ત થવાની કર્મની ક્રમિક અવસ્થાઓનું નિરૂપણ કર્યું છે. #વર્કર્સ...:- (૧) બદ્ધ- રાગદ્વેષ આદિ પરિણામોને વશીભૂત થઈને બાંધેલા એટલે કર્મરૂપે પરિણત કરેલા, (૨) સ્પષ્ટ– આત્મપ્રદેશો સાથે સંબંધને પ્રાપ્ત થયેલા, (૩) બદ્ધ-સ્પષ્ટ- ફરીથી ગાઢપણે બાંધેલા, અતિ-ઉપચયપૂર્વક ગાઢ બંધને બાંધેલા, (૪) સંચિત- અબાધાકાળને છોડીને ત્યાર પછી વેદનને યોગ્ય નિષિક્ત કરેલા-નિષેક-રચનાને પ્રાપ્ત થયેલા, (૫) ચિત– ચયને પ્રાપ્ત થયેલા અર્થાત્ ઉત્તરોત્તર સ્થિતિમાં પ્રદેશની હાનિ અને રસની વૃદ્ધિ વડે અવસ્થિત (૬) ઉપચિત- સમાન જાતિની બીજી પ્રકૃતિઓના સંક્રમ વડે ઉપચયને પ્રાપ્ત થયેલા, (૭) આપાકપ્રાપ્ત– કંઈક વિપાકાવસ્થાને અભિમુખ થયેલા, (૮) વિપાકપ્રાપ્ત- વિશિષ્ટ વિપાકાવસ્થાને પ્રાપ્ત થયેલા, (૯) ફળપ્રાપ્ત ફળ આપવા સન્મુખ થયેલા અને સામગ્રીથી ઉદયને પ્રાપ્ત થયેલા, જેમ આમ્રફળ પ્રથમ અલ્પપક્વાવસ્થામાં હોય છે, ત્યારપછી વિશિષ્ટ પક્વાવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યાર પછી તૃપ્તિ, પ્રમોદ વગેરે ફળ આપવાને યોગ્ય થાય છે. તેમ કર્મ પણ અપાકપ્રાપ્ત, વિપાકપ્રાપ્ત થઈને ત્યાર પછી તેનું ફળ આપે છે. (૧૦) ઉદયપ્રાપ્ત- ભવ, સ્થિતિ આદિ નિમિત્તને પ્રાપ્ત કરીને ઉપભોગને પ્રાપ્ત થયેલા છે. શીખ યસ:- લીવેન વર્મવશ્વન પતિ રાતે જીવ દ્વારા કરાયેલા અર્થાત્ બદ્ધ જીવો દ્વારા કરાયેલા. રાગદ્વેષાદિ વભાવિક પરિણામોથી જીવ કર્મનો બંધ કરે છે અને કર્મથી બંધાયેલા જીવમાં જ રાગ-દ્વેષાદિ થાય છે. કર્મમુક્ત સિદ્ધ જીવોમાં રાગ-દ્વેષાદિ થતા નથી. જીવ અનાદિકાલથી કર્મબદ્ધ છે અને