________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૧
[ ૧૧૩ ]
પુલ પરિણામને વેદે છે અથવા તે-તે કર્મ પ્રકૃતિના ઉદયથી જીવ શુભનામકર્મ વેદે છે. આ શુભનામકર્મ છે. હે ગૌતમ ! આ શુભનામકર્મનો ચૌદ પ્રકારનો વિપાક હોય છે. २० दुहणामस्स णं भंते ! पुच्छा ? गोयमा ! एवं चेव । णवरं- अणिट्ठा सहा जाव हीणस्सरया, दीणस्सरया, अणिट्ठस्सरया, अकंतस्सरया । जं वेएइ, सेसं तं चेव जाव चोद्दसविहे अणुभावे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અશુભ નામકર્મનો વિપાક કેટલા પ્રકારનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! શુભનામ કર્મ પ્રમાણે અશુભ નામકર્મના પણ ૧૦ પ્રકારના વિપાક છે. વિશેષતા એ છે કે અહીં અનિષ્ટ શબ્દ યાવત્ (૧૧) હીનસ્વર (૧૨) દીનસ્વર (૧૩) અનિષ્ટસ્વર અને (૧૪) અકાંતસ્વર જાણવા. જે પુદ્ગલ, પુદ્ગલો ઇત્યાદિ સર્વ શુભનામકર્મની સમાન જાણવું યાવત્ તે-તે કર્મ પ્રકૃતિના ઉદયથી જીવ અશુભનામકર્મ વેદે છે. આ અશુભ નામકર્મ છે. હે ગૌતમ! આ ચૌદ પ્રકારનો અશુભ નામકર્મનો વિપાક હોય છે. २१ उच्चागोयस्स णं भंते ! कम्मस्स जीवेणं जाव कइविहे अणुभावे पण्णत्ते ?
गोयमा ! उच्चागोयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव अट्टविहे अणुभावे पण्णत्ते, तं जहा- जाइविसिट्ठया, कुलविसिट्ठया, बलविसिट्ठया, रूवविसिट्ठया, तवविसिट्ठया, सुयविसिट्ठया, लाभविसिट्ठया, इस्सरियविसिट्ठया । जं वेदेइ पोग्गलं वा पोग्गले वा पोग्गल-परिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं जाव अट्ठविहे अणुभावे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવે બાંધેલા ઊંચ ગોત્ર કર્મનો વિપાક કેટલા પ્રકારનો હોય છે?
ઉત્તર– હે ગૌતમ! જીવે બાંધેલા ઊંચ ગોત્ર કર્મનો આઠ પ્રકારનો વિપાક હોય છે. તે આ પ્રમાણે છે– (૧) જાતિ વિશિષ્ટતા (૨) કુળવિશિષ્ટતા (૩) બળ વિશિષ્ટતા (૪) રૂપવિશિષ્ટતા (૫) તપવિશિષ્ટતા (૬) શ્રત વિશિષ્ટતા (૭) લાભ વિશિષ્ટતા અને (૮) ઐશ્વર્ય વિશિષ્ટતા.
જે પુગલને, મુગલોને, પુદ્ગલ પરિણામને અથવા વિસસા પુગલોનાં પરિણામને વેદે છે અને તે-તે કર્મપ્રકૃતિના ઉદયથી જીવ ઊંચગોત્ર કર્મ વેદે છે. આ પ્રમાણે ઉચ્ચગોત્રકર્મ છે. હે ગૌતમુ! યાવતુ આ આઠ પ્રકારનો ઊંચ ગોત્રકર્મનો વિપાક હોય છે. २२ णीयागोयस्स णं भंते ! पुच्छा ? गोयमा ! एवं चेव, णवरं जाइविहीणया जाव इस्सरियविहीणया । जं वेदेइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं जाव अट्ठविहे अणुभावे पण्णत्ते । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નીચગોત્ર કર્મનો વિપાક કેટલા પ્રકારનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! ઉચ્ચગોત્રની સમાન જાણવું, વિશેષતા એ છે કે અહીં જાતિ થાવઐશ્વર્યની હીનતાનું કથન કરવું. જે પુલને, પુગલોને, પુદ્ગલ પરિણામને કે સ્વભાવથી જ પુલોના પરિણામને વેદે છે અને તે-તે કર્મપ્રકૃતિના ઉદયથી જીવ નીચગોત્ર કર્મ વેદે છે યાવત્ હે ગૌતમ! આ નીચગોત્ર કર્મનો આઠ પ્રકારનો વિપાક હોય છે.