________________
બાવલીનું પદ કિયા
.
[ ૮૫ ]
(૫) મિથ્યાદર્શન પ્રત્યયાકિયા - મિથ્યાત્વ જ ક્રિયા. તત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ અને અતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ રાખવી. જિનમાર્ગથી ઓછી, અધિક કે વિપરીત શ્રદ્ધા, પ્રરૂપણા કે સ્પર્શના કરવી, તે મિથ્યાત્વ છે. તર્જન્ય ક્રિયામિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા છે. તેના બે ભેદ છે–૧. અનભિગૃહીત મિથ્યાદર્શનક્રિયા- જે જીવોએ અન્ય દર્શનોના અભિપ્રાયને સર્વથા જાણ્યા કે ગ્રહણ કર્યા ન હોય, તેવા સંજ્ઞી કે અસંજ્ઞી જીવોના મિથ્યાત્વને અનભિગૃહીત મિથ્યાત્વ કહે છે. તર્જન્ય ક્રિયા, તે અનભિગૃહીત મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા છે. ૨.અભિગૃહીત મિથ્યાદર્શન ક્રિયા- તેના બે ભેદ છે– (૧) હીનાતિરિક્તમિથ્યાદર્શન ક્રિયા- જિનેશ્વર કથિત તત્ત્વથી પોતાની માન્યતા ઓછી કે અધિક રાખવી. જેમ કે આત્માને અંગુષ્ઠ માત્ર અથવા સર્વ લોક વ્યાપી માનવો. (૨) તવ્યતિરિક્ત મિથ્યાદર્શન ક્રિયા- સભૂત પદાર્થોના અસ્તિત્વનો સ્વીકાર ન કરવો અથવા વિપરીત રીતે સ્વીકાર કરવો, જેમ કે- આત્માને ન માનવો અથવા કુદેવ, કુગુરુ અને કુધર્મનો સ્વીકાર કરવો.
આ ક્રિયા આપવરસાવિ મિચ્છાવંસ ા પહેલા અને ત્રીજા ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય છે અને બીજા ગુણસ્થાને સાસ્વાદન સમ્યક્ત્વ હોવા છતાં તે જીવમિથ્યાત્વાભિમુખ હોવાથી તેને મિથ્યાત્વજન્ય ક્રિયા લાગે છે. આ રીતે પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનવર્તી જીવોને આ ક્રિયા હોય છે.
આરંભિકી આદિ આ પાંચે ય પ્રકારની ક્રિયાઓ ૨૪ દંડકના જીવોને સંભવે છે. આરંભિકી આદિ ક્રિયાઓનો પરસ્પર સહભાવ:५८ जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ, तस्स परिग्गहिया किरिया कज्जइ ? जस्स परिग्गहिया किरिया कज्जइ, तस्स आरंभिया किरिया कज्जइ ?
गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स परिग्गहिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण परिग्गहिया किरिया कज्जइ तस्स आरभिया किरिया णियमा कज्जइ । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને પારિગ્રાદિકી ક્રિયા હોય છે? જેને પારિગ્રહિક ક્રિયા હોય છે, તેને શું આરંભિકી ક્રિયા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને પારિગ્રહિક ક્રિયા કદાચિતું હોય છે, કદાચિતુ હોતી નથી, જેને પારિગ્રાહિતી ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા નિયમાં હોય છે. ५९ जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स मायावत्तिया किरिया कज्जइ पुच्छा ? गोयमा ! जस्स णं जीवस्स आरंभिया किरिया कज्जइ तस्स मायावत्तिया किरिया णियमा कज्जइ, जस्स पुण मायावत्तिया किरिया कज्जइ तस्स आरभिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જે જીવને આરંભિક ક્રિયા હોય છે, તેને શું માયાપ્રત્યયા ક્રિયા હોય છે? તથા જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે, તેને શું આરંભિકી ક્રિયા હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તેને માયાપ્રત્યયા નિયમા હોય છે અને જેને માયા પ્રત્યયા ક્રિયા હોય છે, તેને આરંભિકી ક્રિયા કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતી નથી.