________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૮૭ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પારિગ્રહિક ક્રિયા કોને હોય છે? ઉત્તર- હે ગૌતમ ! કેટલાક સંયતાસંયતને હોય છે અર્થાતુ સંયતાસંયત ગુણસ્થાન સુધીના સર્વ જીવોને પરિગ્રહિક ક્રિયા હોય છે. ५४ मायावत्तिया णं भंते ! किरिया कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि अपमत्तसंजयस्स । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! માયાપ્રત્યયાક્રિયા કોને હોય છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક અપ્રમત્ત સંયતને હોય છે અર્થાત્ દસમાં ગુણસ્થાન સુધી સકષાયી જીવોને માયા પ્રત્યયાક્રિયા હોય છે. ५५ अपच्चक्खाणकिरिया णं भंते ! कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि अपच्चक्खाणिस्स । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય છે? ઉત્તર- હે ગૌતમ! કોઈ પણ પ્રત્યાખ્યાન રહિત અવિરત જીવોને હોય છે અર્થાત્ ચોથા ગુણસ્થાન સુધી હોય છે.
५६ मिच्छादसणवत्तिया णं भंते ! किरिया कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि मिच्छादसणिस्स ।
ભાવાર્થ- પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા કોને હોય છે? ઉત્તર- હે ગૌતમ! કોઈપણ મિથ્યાદષ્ટિને હોય છે.
५७ रइयाणं भंते ! कइ किरियाओ पण्णत्ताओ? गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- आरभिया जाव मिच्छादसणवत्तिया। एवं जाव वेमाणियाण। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલી ક્રિયાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ ક્રિયાઓ હોય છે, તે આ પ્રમાણે છે– આરંભિકી યાવતું મિથ્યાદર્શન પ્રત્યયા. આ જ રીતે યાવતુ વૈમાનિકો સુધીના જીવોને પાંચ ક્રિયા હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં જીવોમાં આરંભિકી આદિ પાંચે ય ક્રિયાઓ અને તેને પ્રાપ્ત કરનારનું દિગ્દર્શન છે. (૧) આરંભિકી કિયા - પૃથ્વીકાયાદિ છકાય જીવોની હિંસાના પરિણામોથી લાગતી આરંભિકી ક્રિયાના બે ભેદ છે–૧.જીવ આરંભિકી– છકાય જીવોમાંથી કોઈ પણ જીવોનું ઉપમર્દન કે વધ સંબંધથી થતી ક્રિયા જીવ આરંભિકી છે. ૨. અજીવ આરંભિકી- અચેત પદાર્થોને અયતનાથી તોડવા, ફોડવા, ફેકવા, પછાડવા વગેરે પ્રવૃત્તિથી લાગતી ક્રિયા અજીવ આરંભિકી ક્રિયા છે. તે ઉપરાંત કોઈના પૂતળા બનાવી તેની કદર્થના કરવાથી પણ અજીવ આરંભિકી ક્રિયા લાગે છે. અgયરલ્સ પર સંશયસ - આરંભિયા ક્રિયા એક થી છ ગુણસ્થાન સુધીના જીવોને લાગે છે. પ્રમત્ત સંયમી સાધુ સર્વ પ્રકારની જીવહિંસાથી નિવૃત્ત હોય છે, તેમ છતાં પ્રમાદજન્ય પ્રવૃત્તિઓથી, આરંભ જન્ય પ્રવૃત્તિઓના સંકલ્પથી અને તેના અનુમોદનથી તથા જીવોની યતનાપૂર્વકની સંયમ પ્રવૃત્તિઓમાં ઉપેક્ષા કે અવિવેક કરવાથી, પ્રમત્ત સંયતને આરંભિકી ક્રિયા લાગે છે, જેમકે કોઈ શ્રમણ