________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
અધિકરણિકી અને પ્રાદ્ધેષિકી ક્રિયાથી અસ્પૃષ્ટ હોય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી પણ અસ્પૃષ્ટ હોય છે અને પ્રાણાતિપાતક્રિયાથી પણ અસ્પૃષ્ટ હોય છે.
વિવેચનઃ
૮૨
પ્રસ્તુત સૂત્રમાં પાંચ ક્રિયાના સ્પષ્ટ-અસ્પૃષ્ટનું કથન ચાર ભંગની અપેક્ષાએ કર્યું છે. જગતના અનંત જીવોના પરિણામોની વિવિધતાથી પ્રવૃત્તિની વિવિધતા થાય અને તેના પરિણામે ક્રિયાની સ્પષ્ટતાઅસ્પૃષ્ટતામાં પણ વિવિધતા થાય છે.
જેમકે કેટલાક જીવોની પ્રવૃત્તિથી પ્રથમ ત્રણ ક્રિયા લાગે, તે જ રીતે તેની પ્રવૃત્તિથી અન્ય જીવને પરિતાપ કે તેનો પ્રાણઘાત થતો હોય તો તેને ચોથી અને પાંચમી ક્રિયા પણ લાગે છે. કેટલાક જીવની પ્રવૃત્તિથી અન્ય જીવને પરિતાપ થતો હોય પરંતુ પ્રાણઘાત થતો ન હોય તો ચોથી ક્રિયાનો સ્પર્શ થાય છે, પાંચમી ક્રિયા લાગતી નથી. આ રીતે સૂત્રકારે અહીં ચાર વિકલ્પો કહ્યા છે.
(૧) કોઈ જીવ જે સમયે પ્રથમ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે ચોથી અને પાંચમી ક્રિયાથી પણ સ્પષ્ટ થાય છે.
(૨) કોઈ જીવ જે સમયે પ્રથમ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે ચોથી ક્રિયાથી પૃષ્ટ થાય છે; પણ પાંચમી ક્રિયાથી સ્પષ્ટ થતો નથી.
(૩) કોઈ જીવ જે સમયે પ્રથમ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે ચોથી અને પાંચમી બંને ક્રિયાથી સ્પષ્ટ થતો નથી.
(૪) કોઈ જીવ જે સમયે પ્રથમ ત્રણ ક્રિયાથી સ્પષ્ટ થતો નથી અને તે સમયે ચોથી-પાંચમી ક્રિયાથી પણ સ્પષ્ટ થતો નથી અર્થાત્ પાંચે ક્રિયાઓથી સ્પષ્ટ થતો નથી, તે જીવ અક્રિય હોય છે.
પ્રકારાન્તરથી ક્રિયાના ભેદ :
५१ कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ ? गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, તેં નહીં- આમિયા, પશિહિયા, માયાવત્તિયા, અપન્વવાળજિરિયા, મિચ્છાदंसणवत्तया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ક્રિયાઓ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! ક્રિયાઓ પાંચ છે, તે આ પ્રમાણે– (૧) આરંભિકી, (૨) પારિગ્રહિકી, (૩) માયા પ્રત્યયા, (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા અને (૫) મિથ્યાદર્શન પ્રત્યયા.
५२ आरंभिया णं भंते ! किरिया कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि पमत्तसंजयस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આરંભિકી ક્રિયા કોને હોય છે ? ઉત્તર– હે ગૌતમ ! કેટલાક પ્રમત્ત સંયતને હોય છે અર્થાત્ પ્રમત્ત સંયત ગુણસ્થાન સુધીના સર્વ સંસારી જીવોને આરંભિકી ક્રિયા હોય છે. ५३ परिग्गहिया णं भंते ! किरिया कस्स कज्जइ ? गोयमा ! अण्णयरस्सावि संजयासंजयस्स ।