________________
બાવસીમું પદ : ક્રિયા
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા હોય તેને શું અધિકરણિકી ક્રિયા હોય છે ? અને જે જીવને અધિકરણિકી ક્રિયા હોય તેને શું કાયિકી ક્રિયા હોય છે ?
૭૭
ઉત્તર– હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, તેને અધિકરણિકી ક્રિયા અવશ્ય હોય છે અને જે જીવને અધિકરણિકી ક્રિયા હોય છે, તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે.
४० जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ तस्स पाओसिया किरिया कज्जइ ? जस्स पाओसिया किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ ? નોયમા ! વ ચેવ ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, તેને શું પ્રાક્રેષિકીક્રિયા હોય છે? અને જેને પ્રાદેષિકીક્રિયા હોય છે, તેને શું કાયિકી ક્રિયા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ બંને ક્રિયાનો પરસ્પર અવિનાભાવ સંબંધ છે.
४१ जस्स णं भंते ! जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया किरिया कज्जइ, जस्स पारियावणिया किरिया कज्जइ तस्स काइया किरिया कज्जइ ?
गोयमा ! जस्स णं जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ, जस्स पुण पारियावणिया किरिया कज्जइ तस्स काइया णियमा कज्जइ । एवं पाणाइवायकिरिया वि । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, તેને શું પારિતાપનિકી ક્રિયા હોય છે? અને જે જીવને પારિતાપનિકી ક્રિયા હોય છે, તેને શું કાયિકી ક્રિયા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જે જીવને કાયિકી ક્રિયા હોય છે, તેને પારિતાપનિકીક્રિયા કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતી નથી, પરંતુ જેને પારિતાપનિકી ક્રિયા હોય છે, તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે.
આ જ રીતે પ્રાણાતિપાતક્રિયા અને કાયિકી ક્રિયાના પરસ્પર સહભાવનું કથન કરવું જોઈએ.
४२ एवं आदिल्लाओ परोप्परं णियमा तिण्णि कज्जति । जस्स आदिल्लाओ तिण्णि कज्जंति तस्स उवरिल्लाओ दोण्णि सिय कज्जंति सिय णो कज्जति । जस्स उवरिल्लाओ दोण्णि कज्जंति तस्स आइल्लाओ तिण्णि णियमा कज्जति । ભાવાર્થ :- આ રીતે પ્રારંભની ત્રણ ક્રિયાઓનો પરસ્પર અવિનાભાવ સંબંધ છે. જેને પ્રારંભની ત્રણ ક્રિયાઓ હોય છે, તેને અંતિમ બે ક્રિયાઓ કદાચિત્ હોય છે અને કદાચિત્ હોતી નથી, પરંતુ જેને અંતિમ બે ક્રિયા પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા હોય છે, તેને પ્રારંભની ત્રણ કાયિકી, અધિકરણિકી અને પ્રાક્રેષિકી ક્રિયા અવશ્ય હોય છે.
४३ जस्स णं भंते! जीवस्स पारियावणिया किरिया कज्जइ तस्स पाणाइवायकिरिया कज्जइ; जस्स पाणाइवायकिरिया कज्जइ तस्स पारियावाणिया किरिया कज्जइ ?
गोयमा ! जस्स णं जीवस्स पारियावणिया किरिया कज्जइ तस्स पाणाइवाय