________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
૫૭ |
સંખ્યાતગુણી છે. તેનાથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાતગુણી છે. તેનાથી તૈજસ અને કાર્પણ બંનેની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે અને પરસ્પર તુલ્ય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ શરીરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના સંબંધી અલ્પબદુત્વ છે. જઘન્ય અવગાહનાની દષ્ટિએ :- (૧) સર્વથી થોડી ઔદારિકની જઘન્ય અવગાહના છે કારણ કે તે અંગુલના અસંખ્યાતમા ભાગની છે. (૨) તેનાથી તૈજસ-કાર્પણ શરીરની જઘન્ય અવગાહના વિશેષાધિક છે અને બંને પરસ્પર તુલ્ય છે. તૈજસ-કાશ્મણ શરીરની અવગાહનાનું કથન મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ છે. મારણાંતિક સમુઘાત સમયે આત્મ પ્રદેશોનો વિસ્તાર નવા ઉત્પત્તિ સ્થાન સુધી થાય છે. નવું ઉત્પત્તિ સ્થાન મૂળ શરીરથી અંગુલનો અસંખ્યાતમો ભાગ જ દૂર હોય ત્યારે તૈજસ-કાર્પણ શરીરની જઘન્ય અવગાહના થાય છે અને તે ઔદારિક શરીરની જઘન્ય અવગાહનાથી વિશેષાધિક થાય છે. (૪) તેનાથી વૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોવા છતાં અસંખ્યાતગુણી છે, કારણ કે અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ છે. (૫) તેનાથી આહારક શરીરની જઘન્ય અવગાહના અસંખ્યણી છે કારણ કે આહારક શરીરની જઘન્ય અવગાહના દેશોન એક હાથની છે. ઉત્કૃષ્ટ અવગાહનાની દષ્ટિએઃ- (૧) સર્વથી થોડી આહારક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છે કારણ કે તે એક હાથ પ્રમાણ જ છે. (૨) તેનાથી ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજનાની હોવાથી સંખ્યાતગુણી છે. (૩) તેનાથી વૈક્રિય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક લાખ યોજનની હોવાથી સંખ્યાતગુણી છે. (૪-૫) તેનાથી તૈજસ-કાર્પણ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પરસ્પર તુલ્ય અને અસંખ્યાતગુણી છે કારણ કે તે ચૌદ રજુ પ્રમાણ છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાનું સમ્મિલિત અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે. પાંચ શરીરોની જઘન્યોત્કૃષ્ટ અવગાહનાનું અલ્પબદુત્વઃશરીર અવગાહના | પ્રમાણ
કારણ ઔદારિક–જઘન્ય સર્વથી થોડી | અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ૨-૩ | તૈજસ-કાર્પણ-જઘન્ય વિશેષાધિક | ઉત્પત્તિ સ્થાનના અંગુલના અસંખ્યાતમા ભાગ સિવાય સમુઘાત (પરસ્પર તુલ્ય)
સમયે તૈજસ-કાશ્મણ શરીરનો વિસ્તાર કંઈક અધિક થાય છે. વૈક્રિય-જઘન્ય અસંખ્યાતગુણી | અંગુલ અસંખ્યાતમા ભાગના અસંખ્યાતા ભેદ છે.
આહારક જઘન્ય અસંખ્યાતગુણી | મૂઢા(દેશોન) હાથની છે. 5 | આહારક-ઉત્કૃષ્ટ વિશેષાધિક | એક હાથ પ્રમાણ છે. ૭ | ઔદારિક-ઉત્કૃષ્ટ સંખ્યાતગુણી | એક હજાર યોજન પ્રમાણ છે. ૮. | વૈક્રિય-ઉત્કૃષ્ટ સંખ્યાતગુણી | એક લાખ યોજન પ્રમાણ છે. ૯-૧૦| તૈજસ-કાશ્મણ-ઉત્કૃષ્ટ | અસંખ્યાતગુણી | મારણાંતિક સમુદ્યાતની અપેક્ષાએ ચૌદ રજુ પ્રમાણ છે.