________________
હર
ભાવાર્થ:
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
:- પ્રશ્ન- હે ભગવન્ ! શર્કરાપ્રભા નૈરયિક વૈક્રિયશરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ ! ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ, બે હાથ અને બાર અંગુલ છે, ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એકત્રીશ ધનુષ એક હાથ છે.
વાલુકાપ્રભા । વૈરયિક વૈક્રિયશરીરની ભવધારણીય અવગાહના એકત્રીશ ધનુષ, એક હાથ અને ઉત્તરવૈક્રિય અવગાહના બાસઠ ધનુષ, બે હાથની અર્થાત્ સાડા બાસઠ ધનુષ છે.
શંકપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિયશરીરની ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ, બે હાથ છે અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના એકસો પચીશ ધનુષ છે.
ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિયશરીરની ભવધારણીય અવગાહના એકસો પચીસ ધનુષ છે અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અઢીસો ધનુષ છે.
તમઃપ્રભા પૃથ્વી નૈરયિક વૈક્રિયશરીરની ભવધારણીય અવગાહના અઢીસો ધનુષ છે અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના પાંચસો ધનુષ છે.
અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક વૈક્રિયશરીરની ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના એક હજાર ધનુષ છે. આ રીતે નૈરયિક વૈક્રિયશરીરની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી.
સર્વ નૈયિકોની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ છે.
७४ तिरिक्खजोणिय-पंचेंदिय-वेडव्वियसरीरस्स णं भंते ! के महालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं जोयणसयहुतं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તિર્યંચપંચેંદ્રિય વૈક્રિયશરીરની અવગાહના કેટલી છે? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક સો યોજન.(પરંપરાએ ૨૦૦ થી ૯૦૦ યોજન છે.) ७५ मणूसपंचेंदिय- वेडव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसयसहस्सं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્ય પંચેંદ્રિય વૈક્રિયશરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાધિક એક લાખ યોજન છે.
|७६ असुरकुमारभवणवासि-देवपंचेंदिय-वेउव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! असुरकुमाराणं देवाणं दुविहा सरीरोगाहणा पण्णत्ता, तं जहा- भवधारणिज्जा य उत्तरवेडव्विया य ।
तत्थ णं जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं सत्त रयणीओ । तत्थ णं जा सा उत्तरवेडव्विया सा जहण्णेणं अंगुलस्स