________________
| છઠ્ઠ પદ : વ્યુત્ક્રાંતિ
[ ૪૫ ]
સ્થાવર અને વિકસેન્દ્રિય જીવોની ગતિઃ१४८ पुढविकाइया णं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति? कहिं उववज्जति? किं णेरइएसु जावदेवेसु?
गोयमा ! णो णेरइएसु उववज्जति, तिरिक्खजोणिय-मणुसेसु उववजंति, णो देवेसु । एवं जहा एएसिं चेव उववाओ तहा उव्वट्टणा वि देववज्जा भाणियव्वा । एवं आउवणस्सइबेइंदियतेइंदियचउरिदिया वि । एवं तेऊवाऊ वि । णवरं मणुस्सवज्जेसु उववज्जति। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો મૃત્યુ પામીને તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાં થાવ દેવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી, તિર્યંચો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી. આ રીતે પૃથ્વીકાયિકોના ઉપપાત પ્રમાણે તેની ઉદ્વર્તના પણ દેવોને છોડીને કહેવી જોઈએ.
આ રીતે અપ્લાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયોની પણ ઉદ્વર્તના જાણવી જોઈએ. આ રીતે તેજસ્કાયિક અને વાયુકાયિકની પણ ઉદ્વર્તના જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેઉકાયિક, વાયુકાયિક જીવો મરીને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય જીવોની ગતિનું પ્રતિપાદન છે.
પાંચ સ્થાવર અને વિકસેન્દ્રિય જીવો મરીને નરક કે દેવગતિને પ્રાપ્ત કરી શકતા નથી. તે જીવો પાસે ઇન્દ્રિયની ન્યૂનતા અને મનનો અભાવ હોવાથી નરકગતિને યોગ્ય અશુભકર્મો કે દેવગતિને યોગ્ય શુભ કર્મો કરી શકતા નથી. તેથી તે જીવો મનુષ્ય અને તિર્યંચગતિને જ પ્રાપ્ત કરે છે. મનુષ્યોમાં પણ યુગલિકપણું પ્રાપ્ત કરી શકતા નથી, કર્મભૂમિના મનુષ્યો જ થાય છે. તેઉકાયિક-વાયુકાયિકના જીવો તો એક તિર્યંચગતિ જ પ્રાપ્ત કરે છે. પૃથ્વી -પાણી -વનસ્પતિ -વિકલેન્દ્રિયની ગતિ ૪૯ ભેદની– તિર્યંચના ૪૬ ભેદ, સ્થલચર અને ખેચર યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય, આ બે ભેદ વજીને શેષ ૪૬ ભેદ; મનુષ્યના ત્રણ ભેદ– સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા અને સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા-અપર્યાપ્તા, કુલ મળીને ૪+૩ = ૪૯ ભેદ થાય
તેઉ–વાયુની ગતિ ૪૬ ભેદની- તિર્યંચના ૪૬ ભેદ યુગલિક તિર્યંચના બે ભેદ વર્જીને. તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિ:१४९ पर्चेदियतिरिक्जोणिया णं भंते ! अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति कहिं उववज्जंति किं णेरइएसु जावदेवेसु ? गोयमा ! णेरइएसु उववज्जति जावदेवेसु उववज्जति।। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો મૃત્યુ પામીને તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન