________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
એકેન્દ્રિયોમાં યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેઓ પૃથ્વીકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, અાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે.
૪૪
१४५ जइ पुढविकाइएसु उववज्जंति किं सुहुमपुढविकाइएसु उववज्र्ज्जति, बादरपुढ काइएसु उववज्जंति ? गोयमा ! बादरपुढविकाइएस उववज्जंति, णो सुहुमपुढविकाइए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવો જો પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે કે બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતા નથી.
१४६ जइ बादरपुढविकाइएसु उववज्जंति किं पज्जत्तगबादरपुढविकाइएसु उववज्जंति, अपज्जत्तग-बायरपुढविकाइएसु उववज्जंति ? गोयमा ! पज्जत्तएसु उववज्जंति, णो अपज्जत्तएसु । एवं आउवणस्सईसु वि भाणियव्वं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમાર દેવો જો બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેઓ પર્યાપ્તામાં ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી. આ રીતે અપ્સાયિકો અને વનસ્પતિકાયિકોમાં પણ જાણવું જોઈએ.
१४७ पंचेंदियतिरिक्खजोणिय मणूसेसु य जहा णेरइयाणं उव्वट्टणा सम्मुच्छिमवज्जा तहा भाणियव्वा । एवं जाव थणियकुमारा ।
ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં અસુરકુમારોની ઉત્પત્તિના વિષયમાં સંમૂર્ચ્છિમને છોડીને નારકોની ઉર્તનાની સમાન જાણવું અર્થાત્ અસુરકુમાર દેવો અસંશી તિર્યંચ છોડીને ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અસુરકુમારની જેમ સ્તનિતકુમારો સુધીની ઉર્તના જાણવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભવનપતિ દેવોની ગતિનું નિરૂપણ છે. સામાન્ય રીતે (૧) કોઈ પણ દેવ મરીને નરકગતિ કે દેવગતિમાં ઉત્પન્ન થતાં નથી. (૨) દેવ મરીને તેઉકાય, વાયુકાય, ત્રણ વિકલેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કે સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થતાં નથી. (૩) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા-બીજા દેવલોકના દેવો બાદર પૃથ્વી, પાણી અને પ્રત્યેક વનસ્પતિની શ્રેષ્ઠ જાતિઓમાં, બાદર પર્યાપ્તપણે જ ઉત્પન્ન થાય છે. (૪) દેવો સંજ્ઞી તિર્યંચ કે સંશી મનુષ્યપણે ઉત્પન્ન થાય પરંતુ યુગલિકપણે
ઉત્પન્ન થતા નથી.
ભવનપતિદેવોની ગતિ ૯ ભેદની– તિર્યંચના ૮ ભેદ–બાદર પૃથ્વી, પાણી, વનસ્પતિના પર્યાપ્તા, પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા, આ ૮ ભેદ અને ૧ સંજ્ઞી મનુષ્યનો પર્યાપ્તો. એ નવ ભેદમાં ભવનપતિ દેવો ઉત્પન્ન થાય છે.