________________
| ૪૨ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
१४१ जइ तिरिक्खजोणिएसु उववजंति किं एगिदिय तिरिक्खजोणिएसु जावपंचेंदियतिरिक्खजोणिएसु उववज्जंति?
गोयमा ! णो एगिदिएसु जावणो चठरिदिएसु उववज्जति, पंचिंदिएसु उववति। एवं जेहिंतो उववाओ भणिओ तेसु उव्वट्टणा वि भाणियव्वा । णवरं सम्मुच्छिमेसु ण उववज्जति । एवं सव्वपुढवीसुभाणियव्वं । णवरं अहेसत्तमाओ मणुस्सेसुण उववज्जति। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મૈરયિકો મૃત્યુ પામીને તુરંત જો તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, તો શું એકેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે કે યાવત પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તરગૌતમ! તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય કે ચૌરેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી પરંતુ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે.
આ રીતે નારકીના ઉપપાત અનુસાર તેની ઉદ્વર્તના પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે તે સંમૂર્છાિમમાં અર્થાત્ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. આ રીતે સાતે નરક પૃથ્વીઓમાં ઉદ્વર્તનાનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સાતમી નરક પૃથ્વીના નૈરયિકો મૃત્યુ પામીને મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરકના નારકીની ઉદ્વર્તના-ગતિનું નિરૂપણ છે. સામાન્ય રીતે (૧) નારકી જીવો મૃત્યુ પામીને નરક કે દેવગતિમાં જતાં નથી. (૨) એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય કે સંમૂર્છાિમ મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી. (૩) યુગલિક તિર્યંચ કે યુગલિક મનુષ્યોમાં પણ જતાં નથી. મનુષ્ય અને તિર્યંચ ગતિના શેષ સ્થાનોમાં જાય છે. પહેલી-બીજી નરકના નરસિકોની ગતિ ભેદની:- પાંચ સંજ્ઞી તિર્યંચ પંચેરિયના પર્યાપ્તા અને એક સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા. પ્રત્યેક જીવોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્તમાં અપર્યાપ્તાવસ્થા હોય છે. આ અપર્યાપ્તાવસ્થામાં લબ્ધિ પર્યાપ્તા જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે અને તેઓ નિશ્ચિતરૂપે સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરી પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે જ છે. અહીં છએ ભેદ પર્યાપ્તાના લીધા છે, તે તેઓની લબ્ધિ પર્યાપ્ત અવસ્થાના સૂચક છે. ત્રીજી નરકના નૈરયિકોની ગતિ ૫ ભેદની:- ભુજપરિસર્પ વર્જીને ૪ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય+1 સંજ્ઞી મનુષ્ય. ચોથી નરકના નૈરયિકોની ગતિ ૪ ભેદની:-ભુજપર,ખેચર વર્જીને ૩સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય+સંજ્ઞી મુનષ્ય. પાંચમી નરકના નૈરયિકોની ગતિ ૩ ભેદની - ભુજપર, ખેચર, ચતુષ્પદ સ્થલચર વર્જીને ૨ સંશી તિર્યંચ + ૧ સંજ્ઞી મનુષ્ય. છઠ્ઠી નરકના નૈરયિકોની ગતિ ૨ ભેદની :- પૂર્વોક્ત ત્રણ ભેદમાંથી ઉરપરિસર્પને વર્જીને એક જલચર સંજ્ઞી તિર્યંચ + ૧ સંજ્ઞી મનુષ્ય અને ત્રણે ય વેદમાં જાય. સાતમી નરકના નૈરયિકોની ગતિ ૧ ભેદની - જલચર સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા. તે જીવો સ્ત્રી વેદને વર્જીને શેષ બે વેદમાં જાય.