________________
| છઠ્ઠ પદ : વ્યકાંતિ
[ ૪૧ ]
વૈમાનિક દેવોમાં પ્રથમના બે દેવલોકમાં આગતિ ૯ ભેદની – તિર્યંચના ભેદ– ૫ સંજ્ઞી તિર્યચ પંચેન્દ્રિયના પર્યાપ્તા + ૧ સ્થલચર યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય. મનુષ્યના ૩ ભેદ– સંજ્ઞી મનુષ્યના પર્યાપ્ત અને કર્મભૂમિજ યુગલિક તથા અકર્મભૂમિજ યુગલિક મનુષ્યના પર્યાપ્તા. ૧+૨ = ૩ ભેદ. આ રીતે કુલ +૩=૯ ભેદ. ૩ થી ૮ દેવલોકમાં આગતિ ૬ ભેદની - ૫ સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા અને સંખ્યાત વર્ષના કર્મભૂમિજ સંજ્ઞી મનુષ્યનો પર્યાપ્ત. આ રીતે પ+૧ = ૬ ભેદ. ૯ થી ૧૨ દેવલોકમાં આગતિ ૧ભેદની - કર્મભૂમિના સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય પર્યાપ્તાની. તેમાં (૧) સંયત સમ્યગ્દષ્ટિ (૨) અસંયત સમ્યગ્દષ્ટિ (૩) સંયતાસંયત સમ્યગ્દષ્ટિ (૪) મિથ્યાદષ્ટિ, આ ચાર બોલની વિશેષતાવાળા સંજ્ઞી મનુષ્ય ઉત્પન્ન થાય છે. ૯ શૈવેયકમાં આગતિ ૧ ભેદની – સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તાની. તેમાં– (૧) સંયત સમ્યગ્દષ્ટિ અને (૨) મિથ્યાદષ્ટિ, આ બે બોલની વિશેષતાવાળી સંજ્ઞી મનુષ્ય ઉત્પન્ન થાય છે. અનાર વિમાનમાં આગતિ ૧ ભેદની - સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તાની. તેમાં– (૧) ઋદ્ધિપ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ અને (ર) અઋદ્ધિ પ્રાપ્ત અપ્રમત સંયત સમ્યગ્દષ્ટિ. આ બે બોલની વિશેષતાવાળા સંશી મનુષ્ય ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિ ત્યાં ઉત્પન્ન થતા નથી.
વૈમાનિકદેવોમાં બાર દેવલોક સુધી સમકિતી,મિથ્યાત્વી, સંયત, અસંયત કે સંયતાસંયત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો જઈ શકે છે. નવ ગ્રેવેયકમાં સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિયુક્ત સંયત મનુષ્યો જ ઉત્પન્ન થઈ શકે છે. અભવી જીવો એકાંત મિથ્યાત્વી હોવા છતાં દ્રવ્ય ચારિત્રની અનુપાલના કરીને મિથ્યાત્વ સાથે પણ નવ રૈવેયકમાં જઈ શકે છે અર્થાતુ નવ શૈવેયકમાં ઉત્પન્ન થવા માટે ચારિત્રની અનુપાલના અનિવાર્ય છે, સમકિતની અનિવાર્યતા નથી.
- પાંચ અનુત્તર વિમાનમાં એકાંત સમ્યગ્દષ્ટિ અપ્રમત્ત સંયત મનુષ્યો જ ઉત્પન્ન થઈ શકે છે. મિથ્યાદષ્ટિ કે અવતી અથવા દૂષિત ચારિત્રવાળા પ્રમાદી ત્યાં ઉત્પન્ન થતાં નથી. (૬) ઉદ્વર્તના દ્વાર નૈરયિકોની ગતિઃ१४० णेरड्या णं भंते ! अणंतरं उववट्टित्ता कहिं गच्छंति? कहिं उववज्जंति ? किं णेरइएसु उववज्जति, तिरिक्खजोणिएसु उववज्जति, मणुस्सेसु उववज्जति, देवेसु उववति?
गोयमा ! णो णेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जंति, णो देवेसु उववति । શબ્દાર્થ - ૩વÉતિ = ઉદ્વર્તન પામીને-નીકળીને, મરીને. ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્!નૈરયિક જીવો નરકમાંથી નીકળીને– મૃત્યુ પામીને અનંતર- તુરંત ક્યાં જાય છે? ક્યાં ઉત્પન્ન થાય છે? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે દેવોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ નૈરયિકો મૃત્યુ પામીને તુરંત નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી, તિર્યચોમાં ઉત્પન્ન થાય છે અથવા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી.