________________
| વિસામું પદ : અંતક્રિયા
रयणतं एतेसिणं असुरकुमारेहितो आरद्धं णिरंतरं जावईसाणेहितो उववाओ, सेसेहितो णो इणढे समढें। ભાવાર્થ :- ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન અને કાકિણીરત્ન આદિ સાત એકેન્દ્રિય રત્નોમાં અસુરકુમાર યાવત્ ઈશાનકલ્પના દેવો સુધીના કોઈ પણ જીવો ઉત્પન્ન થઈ શકે છે, શેષ ભવોમાંથી આવેલાં જીવોમાં સાત એકેન્દ્રિયરત્ન થવાની યોગ્યતા હોતી નથી અર્થાત્ સાતે ય નારકી અને ત્રીજા દેવલોકથી ઉપરના દેવો આ સાત રત્નોપણે ઉત્પન્ન થતા નથી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના ચૌદ રત્નની આગતિનું વિધિ-નિષેધપૂર્વક વર્ણન છે. સાત પનિય રત્નની આગતિ – ચક્રવર્તીના ચૌદ રત્નમાંથી સેનાપતિ, ગાથાપતિ, પુરોહિત, વાર્ધકી અને સ્ત્રીરત્ન તે પાંચ રત્ન પંચેન્દ્રિય મનુષ્ય છે.
સાતમી નરકના નારકી, તેઉકાય, વાયુકાય અને અનુત્તરીપપાતિક દેવોને છોડીને શેષ ચારે ગતિના જીવોમાંથી જે જીવો મનુષ્ય જન્મ ધારણ કરવાને યોગ્ય છે, તેવા ૧ થી નરકના નારકી, ભવનપતિ, વ્યંતર,
જ્યોતિષી દેવો તથા અનુત્તર વિમાનના દેવોને છોડીને શેષ વૈમાનિક દેવો, પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય મરીને સેનાપતિ રત્ન આદિ પાંચરત્નપણે જન્મ પામી શકે છે. અચરત્ન અને હરિન :- આ બે રન પંચેન્દ્રિય તિર્યંચ છે. વૈમાનિક દેવોમાંથી નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોને છોડીને શેષ ચારે ગતિના જીવો આ પદવી પામી શકે છે. કારણ કે નવમાં દેવલોકથી ઉપરના દેવલોકના દેવો એક મનુષ્ય ગતિમાં જ જન્મ ધારણ કરે છે તેથી તે દેવો અશ્વરત્ન કે હસ્તિરત્ન તે બંને તિર્યંચગતિ સંબંધિત રત્ન અવસ્થાને પામી શકતા નથી. સાત એકેન્દ્રિય રત્નની આગતિ :- ચૌદ રત્નમાંથી ચક્રરત્ન આદિ સાત એકેન્દ્રિય છે તેથી એકેન્દ્રિયની આગતિ પ્રમાણે તેની આગતિ થાય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકના વિમાનિક દેવો મરીને એકેન્દ્રિય રત્નમાં ઉત્પન્ન થઈ શકે છે. સાતે નરકના નારકી કે ત્રીજા દેવલોકથી લઈને ઉપરના સર્વદેવો મૃત્યુ પામીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા ન હોવાથી તે સાત એકેન્દ્રિયરત્નમાં ઉત્પન્ન થતા નથી.
તે ઉપરાંત મનુષ્ય અને તિર્યંચગતિના જીવોમાંથી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવો પણ સાત એકેન્દ્રિય રત્નની પદવી પામી શકે છે. ભવ્યદ્રવ્યદેવાદિનો ઉપપાત:|५६ अह भते! असंजयभवियदव्वदेवाणं अविराहियसंजयमाणं विराहियसंजमाणंअविराहियसंजमासंजमाणं विराहियसंजमासंजमाणं असण्णीणं तावसाणं कंदप्पियाणं चरग-परिव्वायगाणं किव्विसियाणं तिरिच्छियाणं आजीवियाणं आभिओगियाणं सलिंगीणं दसणवावण्णगाणं देवलोगेसु उववज्जमाणाणं कस्स कहिं उववाओ पण्णत्तो ?
गोयमा ! अस्संजयभवियदव्वदेवाणं जहण्णेणं भवणवासीसु उक्कोसेणं