________________
૫૧૦
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
મનુષ્યો વાસુદેવ પદને પામી શકતા નથી.
વેમાિિહંતો ય અનુત્તરોવવાડ્સ વપ્નેહિંતો... અનુત્તર વિમાનમાંથી આવેલા મનુષ્યો વાસુદેવ પદને પામી શકતા નથી. વાસુદેવોની ગતિ ૭ નરકની છે અને અનુત્તર વિમાનમાંથી આવેલા જીવ નરકમાં જતા નથી માટે વાસુદેવની આગતિમાં અનુત્તર વિમાનના દેવોને ટાળી દીધા છે. અહીં વૈમાનિકનું જ કથન હોવાથી ભવનપતિ વ્યંતર અને જ્યોતિષી દેવોનું સ્વતઃ નિષેધ થઈ જાય છે અને વૈમાનિકમાં સમુચ્ચય રીતે અનુત્તર વિમાનના દેવોનું નિષેધ છે, તોપણ કિલ્વિષી દેવોનો નિષેધ સમજી લેવો જોઈએ, કારણ કે તે જીવો કોઈ પણ શ્રેષ્ઠ પદવી પામતા નથી.
(૯) માંડલિક દ્વાર :
५२ मंडलियत्तं अहेसत्तमा-तेङ-वाउवज्जेहिंतो ।
ભાવાર્થ :- સાતમી અધઃસપ્તમ નરક પૃથ્વીના નૈરયિકો તથા તેજસ્કાયિક, વાયુકાયિકોને છોડીને શેષ સર્વ સ્થાનમાંથી નીકળીને મનુષ્ય જન્મને પ્રાપ્ત કરનાર જીવો માંડલિક રાજા(કોઈપણ એક દેશના રાજ)નું પદ પામી શકે છે.
વિવેચનઃ
સાતમી નરક, તેઉકાય અને વાયુકાય આ ત્રણ સ્થાનેથી નીકળેલા જીવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તે જીવો માંડલિક પદવી પામી શકતા નથી. તે સિવાયના શેષ સર્વ જીવો મનુષ્ય જન્મ પામીને માંડલિક રાજાનું પદ પામી શકે છે. અહીં પણ પરમાધામી અને ત્રણ કિલ્વિષી દેવોનો નિષેધ સમજી લેવો જોઈએ.
(૧૦) ચૌદ રત્ન દ્વાર :
_५३ सेणावइरयणत्तं गाहावइरयणत्तं वड्ढइरयणत्तं पुरोहियरयणत्तं इत्थिरयणत्तं च एवं चेव, णवरं अणुत्तरोववाइयवज्जेहिंतो ।
ભાવાર્થ :
સેનાપતિરત્નપદ, ગાથાપતિરત્નપદ, વાર્ષિકીરત્નપદ, પુરોહિતરત્ન અને સ્ત્રીરત્નના પદની પ્રાપ્તિના સંબંધમાં પણ આ જ પ્રમાણે(માંડલિક પદ જેમ) જાણવું જોઈએ. વિશેષતા માત્ર એ છે કે અનુત્તરૌપપાતિક દેવો સેનાપતિરત્ન આદિ પદ પામતા નથી.
५४ आसरयणत्तं हत्थिरयणत्तं च रयणप्पभाओ णिरंतरं जाव सहस्सारो अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा ।
ભાવાર્થ :- રત્નપ્રભાપૃથ્વીથી લઈ સહસ્રાર દેવલોકના દેવો સુધીના જીવોમાંથી કેટલાક જીવો અશ્વરત્ન તથા હસ્તિરત્નપદને પામે છે અને કેટલાક જીવો પામતા નથી અર્થાત્ નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના દેવોને છોડીને શેષ સર્વ જીવો માંડલિક પદની જેમ આ બે પદવી પામી શકે છે.
५५ चक्करयणत्तं छत्तरयणत्तं चम्मरयणत्तं दंडरयणत्तं असिरयणत्तं मणिरयणत्तं कागिणि