________________
૪૯૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
પ્રશ્ન- હે ભગવન્! જે કેવળી પ્રરૂપિત ધર્મનું શ્રવણ કરે છે, તે શું કેવળ બોધિને અર્થાત્ શુદ્ધ સમજણને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક કેવળ બોધિને પ્રાપ્ત થાય અને કેટલાક પ્રાપ્ત થતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! જેઓ કેવળ બોધિને–શુદ્ધ સમજણને પામે છે, શું તેના પર શ્રદ્ધા, પ્રતીતિ તથા રુચિ કરે છે? ઉત્તર- હા, ગૌતમ! શ્રદ્ધા, પ્રતીતિ તથા રુચિ કરે છે.
પ્રશ્ન- હે ભગવન્! જે તેના પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ કરે છે, શું તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે ? ઉત્તર- હા, ગૌતમ! તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન- હે ભગવન! જે મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે શું શીલ. વ્રત. ગણ. વિરમણ. પ્રત્યાખ્યાન અથવા પૌષધોપવાસ અંગીકાર કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો કરે અને કેટલાક કરતા નથી.
પ્રશ્ન- હે ભગવન! જે શીલ યાવત પૌષધોપવાસ અંગીકાર કરે છે, શું તે અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે અને કેટલાક પ્રાપ્ત કરતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! જે અવધિજ્ઞાનને પ્રાપ્ત કરે છે, શું તે મુંડિત થઈને ગૃહસ્થ જીવનનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. | १७ णेरइए णं भंते ! णेरइएहितो अणंतरं उव्वट्टित्ता मणूसेसु उववज्जेज्जा ? गोयमा ! अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा ।
जे णं भंते ! उववज्जेज्जा से णं केवलिपण्णत्तं धम्मं लभेज्जा सवणयाए ? गोयमा! जहा पंचेदियतिरिक्खजोणिएसु जावजेणं भंते ! ओहिणाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए ? गोयमा ! अत्थेगइए संचाए ના, અલ્પેશ ફાળો સંવાન્નિા |
जे णं भंते! संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए से णं मणपज्जव णाणं उप्पाडेज्जा? गोयमा! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइएणो उप्पाडेज्जा।
जे णं भंते ! मणपज्जवणाणं उप्पाडेज्जा से णं केवलणाणं उप्पाडेज्जा ? गोयमा ! अत्थेगइए उप्पाडेज्जा, अत्थेगइए णो उप्पाडेज्जा ।
जेणं भंते ! केवलणाणं उप्पाडेज्जा सेणं सिज्झज्जा बुज्झज्जा मुच्चेज्जा सव्वदुक्खाणं अंतं करेज्जा? गोयमा ! सिज्झेज्जा जावसव्वदुक्खाणं अंतं करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકી, નરકમાંથી નીકળીને શું સીધા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેમાંથી કેટલાક જીવો મનુષ્યમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક ઉત્પન્ન થતાં નથી.
પ્રશ્ન- હે ભગવન! જે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તે શું કેવળી પ્રરૂપિત ધર્મશ્રવણ કરે છે? ઉત્તર– હે ગૌતમ! જે રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના વિષયમાં ધર્મશ્રવણથી લઈને અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાં સુધીનું કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ કહેવું જોઈએ.