________________
| ઓગણીસમું પદઃ સમત
[ ૪૮૩]
– ઓગણીસમું પદઃ સમ્યકત્વન
P/PP/PE/PP// જીવોમાં સમ્યગ્દષ્ટિ આદિઃ| १ जीवा णं भंते ! किं सम्मद्दिवी मिच्छट्ठिी सम्मामिच्छद्धिी ? गोयमा ! जीवा सम्मट्टिी वि मिच्छट्ठिी वि सम्मामिच्छट्टिी वि । एवं णेरइया वि । असुरकुमारा वि एवं जावथणियकुमारा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જીવ શું સમ્યગુદૃષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે સમ્યગુમિથ્યાષ્ટિ(મિશ્રદષ્ટિ) છે? ઉત્તર- હે ગૌતમ! જીવ સમ્યગુદષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે અને મિશ્રદષ્ટિ પણ છે. આ પ્રમાણે નૈરયિક જીવોમાં ત્રણે ય દષ્ટિઓ છે. અસુરકુમારોથી લઈ સ્વનિતકુમાર સુધીના ભવનપતિ દેવોમાં પણ ત્રણે ય દષ્ટિઓ છે. |२ पुढविक्काइया णं भंते ! किं सम्मदिट्ठी मिच्छद्धिी सम्मामिच्छविी? गोयमा ! पुढविक्काइया णो सम्मट्टिी, मिच्छट्ठिी, णो सम्मामिच्छट्ठिी । एवं जाववणस्सइकाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો શું સમ્યગદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર- હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવ સમ્યગુદષ્ટિ નથી, મિથ્યાદષ્ટિ હોય છે અને મિશ્રદષ્ટિ નથી. આ જ પ્રમાણે અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોના વિષયમાં જાણવું જોઈએ અર્થાત્ પાંચે ય સ્થાવર જીવોમાં એક મિથ્યાદષ્ટિ હોય છે. | ३ | बेइंदिया णं भंते ! किं सम्मदिट्ठी मिच्छाट्ठिी सम्मामिच्छट्ठिी ? गोयमा ! बेइंदिया सम्मट्टिी वि, मिच्छट्टिी वि, णो सम्मामिच्छट्ठिी । एवं जाव चरिंदिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો શું સમ્યગુદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર– હે ગૌતમ! બેઇન્દ્રિય જીવો સમ્યગુદષ્ટિ પણ હોય છે, મિથ્યાદષ્ટિ પણ હોય છે, મિશ્રદષ્ટિ હોતા નથી. આ જ રીતે ચૌરેન્દ્રિય સુધી જાણવું. | ४ पंचेंदियतिरिक्खजोणिया मणुस्सा वाणमंतरजोइसियवेमाणिया य सम्मट्ठिी वि, मिच्छट्ठिी वि, सम्मामिच्छट्ठिी वि । ભાવાર્થ – પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યો તથા વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સમ્યગુદષ્ટિ પણ હોય છે, મિથ્યાષ્ટિ પણ હોય છે અને મિશ્રદષ્ટિ પણ હોય છે. | ५ सिद्धा णं भंते ! किं सम्मदिट्ठी मिच्छाट्ठिी सम्मामिच्छट्ठिी पुच्छा ? गोयमा ! सिद्धा णं सम्मट्ठिी, णो मिच्छट्ठिी णो सम्मामिच्छट्ठिी । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સિદ્ધ ભગવાન શું સમ્યગુદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધ ભગવાન સમ્યગુદષ્ટિ છે, તેઓ મિથ્યાદષ્ટિ કે મિશ્રદષ્ટિ નથી.