________________
૪૮૨
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
ઓગણીશમું પદ પરિચય છેએક છે જે છેક છે. ર છે છે. છેક છેછે.
ક છેક
આ પદનું નામ સમ્યકત્વ પદ છે.
સમ્યકત્વ એટલે સમ્યગુદર્શન. પ્રસ્તુત પદમાં સમ્યગદર્શન, મિથ્યાદર્શન અને મિશ્રદર્શન, એમ ત્રણે ય દર્શન સંબંધી વિચારણા છે. સમ્યગ્દર્શનમાં દર્શન શબ્દ, ચક્ષુ દ્વારા જોવાના અર્થમાં નહિ પરંતુ પદાર્થના વાસ્તવિક અને યથાતથ્ય જ્ઞાન તથા શ્રદ્ધાના અર્થમાં છે. તાત્પર્ય એ છે કે જિનેશ્વર કથિત તત્ત્વોની સમ્યક સમજ અને સમ્યક શ્રદ્ધા કરવી તે સમ્યગુદર્શન-સમ્યકત્વ છે. સમ્યગદર્શનથી વિપરીત અવસ્થા એટલે અસમ્યક સમજ અને અસમ્યક શ્રદ્ધા, તેમિથ્યાદર્શન–મિથ્યાત્વ છે અને બંને પ્રકારની મિશ્ર અવસ્થા તે મિશ્રદર્શન-મિશ્રદષ્ટિ છે.
અનાદિકાલથી પ્રત્યેક સંસારી જીવ મિથ્યાદષ્ટિ જ હોય છે. ત્યાર પછી કાલલબ્ધિ પૂર્ણ થતાં ક્યારેક આત્મ પુરુષાર્થથી મિથ્યાત્વ મોહનીયકર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે જીવને સમ્યગુદષ્ટિ-સમ્યકત્વ પ્રગટ થાય છે અને ત્યાર પછી ક્યારેક મિશ્ર મોહનીય કર્મના ઉદયે જીવને મિશ્રદષ્ટિ પણ થાય છે.
જીવને એક સમયમાં એક જ દષ્ટિ હોય છે. દંડકની અપેક્ષાએ ૨૪ દંડકના જીવોમાં મિથ્યાદષ્ટિ હોય છે અને ત્રણ વિક્લેન્દ્રિય અને ૧૬ પંચેન્દ્રિય, કુલ–૧૯ દંડકોમાં સમ્યગ્દષ્ટિ હોય છે. નૈરયિકોનો એક દંડક, દેવોના ૧૩ દંડક, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યનો એક-એક દંડક, એમ કુલ ૧૬ પંચેન્દ્રિય દંડકના જીવોને મિશ્રદષ્ટિ હોય છે.
દંડકમાં સંખ્યાની અપેક્ષાએ પાંચ એકેન્દ્રિયોમાં એક મિથ્યાદષ્ટિ, ત્રણ વિક્લેન્દ્રિયોમાં સમ્યગુ અને મિથ્યા એમ બે દષ્ટિ, શેષ પંચેન્દ્રિયના ૧૬ દંડકમાં ત્રણ દષ્ટિ હોય છે.
દંડકમાં પર્યાપ્ત અપર્યાપ્તની અપેક્ષાએ (૧) મિથ્યાદષ્ટિ–૨૪ દંડકના પર્યાપ્ત-અપર્યાપ્તમાં હોય છે. (૨) સમ્યગુદષ્ટિ–ત્રણ વિક્સેન્દ્રિય અને પંચેન્દ્રિય ૧૬, એમ ૧૯દંડકોના અપર્યાપ્ત તથા પંચેન્દ્રિય ૧૬, દંડકના પર્યાપ્તામાં હોય છે. (૩) મિશ્રદષ્ટિ પંચેન્દ્રિયોના ૧૬, દંડકોના પર્યાપ્તામાં જ હોય છે, અપર્યાપ્તામાં હોતી નથી.
સમ્યગુદર્શન એ સાધના માર્ગનું અનિવાર્ય અંગ છે. સમ્યગુદર્શનના પ્રભાવે જ જ્ઞાન અને ચારિત્ર સમ્યક બને છે. મિથ્યાદર્શન અનંત સંસાર પરિભ્રમણનું મૂળભૂત કારણ છે. આ રીતે જીવના સંસાર પરિભ્રમણ અને મોક્ષમાર્ગમાં મિથ્યાદર્શન અને સમ્યગુદર્શનના પ્રાધાન્યને સ્વીકારીને આગમ ગ્રંથોમાં તેમજ અન્ય ગ્રંથોમાં અનેક સ્થાને ત્રણ પ્રકારના દર્શન, તેનું સ્વરૂપ વગેરે વિષયોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.