________________
( ૪૭૦ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે સાદિ-અનંત કાળ પર્યત સિદ્ધ કેવળી અનાહારકપણે રહે છે. १०० भवत्थकेवलिअणाहारए णं भंते! पुच्छा ? गोयमा ! भवत्थकेवलिअणाहारए दुविहे पण्णत्ते, तं जहा- सजोगिभवत्थ केवलिअणाहारए य, अजोगिभवत्थकेवलिअणाहारए या ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભવસ્થ કેવળી અનાહારક કેટલા કાલ સુધી ભવસ્થ કેવળી અનાહારકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવસ્થ કેવળી અનાહારકના બે પ્રકાર છે– (૧) સયોગી ભવસ્થ કેવળી અનાહારક અને (૨) અયોગી ભવસ્થ કેવળી અનાહારક. १०१ सजोगिभवत्थकेवलिअणाहारए णं भंते ! पुच्छा ? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तिण्णि समया । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! સયોગી ભવસ્થ કેવળી અનાહારક કેટલા કાલ સુધી સયોગી ભવસ્થ કેવળી અનાહારકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! અજઘન્ય-અનુત્કૃષ્ટ ત્રણ સમય સુધી સયોગી ભવસ્થ કેવળી અનાહારકપણે રહે છે. १०२ अजोगिभवत्थकेवलिअणाहारए णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અયોગી ભવસ્થ કેવળી અનાહારક કેટલા કાલ સુધી અયોગી ભવસ્થ કેવળી અનાહારકપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અયોગી ભવસ્થ કેવળી અનાહારકપણે રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આહારક અને અનાહારક જીવોની કાયસ્થિતિની પ્રરૂપણા છે. આહારક-અનાહારક - કોઈ પણ જીવ ત્રણ સ્થૂલ શરીર અને છ પર્યાપ્તિને યોગ્ય પગલો ગ્રહણ કરતો હોય ત્યારે આહારક કહેવાય છે અને તથા પ્રકારના પુગલોને ગ્રહણ કરતો ન હોય ત્યારે તે અનાહારક કહેવાય છે. કોઈ પણ ગતિમાં જન્મ ધારણ કરનાર જીવ જન્મથી મૃત્યુપર્યત આહારક જ હોય છે. તેની વાટે વહેતી અવસ્થામાં પણ જો તે એક સમયની ઋજુગતિથી ઉત્પન્ન થાય, તો આહારક જ રહે છે પરંતુ તે જીવ બે કે ત્રણ સમયની વક્રગતિએ ઉત્પન્ન થાય, તો એક કે બે સમય અનાહારક થાય છે.
તે ઉપરાંત કેવળી સમુદ્દઘાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે અને અયોગી અવસ્થાના અંતર્મુહૂર્તમાં જીવ અનાહારક રહે છે. આહારકના બે પ્રકાર છે- છાસ્થ આહારક અને કેવળી આહારક. છવસ્થ આહારકની કાયસ્થિતિ-જઘન્ય બે સમય ન્યુન ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ સુધી જીવ નિરંતર આહારક રહે છે. ક્ષુલ્લકભવ એટલે નાનામાં નાનો ૨૫૬ આવલિકાનો ભવ. તેટલા આયુષ્યવાળો કોઈ જીવ ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય, તો તે જીવ બે સમય અનાહારક હોય અને ત્યાર પછી તેના ભવપર્યત આહારક જ હોય છે, તેથી છદ્મસ્થ આહારકની સ્થિતિ જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ પ્રમાણ કહી છે.