________________
| અઢારમું પદ ક્રાયસ્થિતિ
૪૬૭ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંયતાસંયત કેટલા કાલ સુધી સંયતાસંમતપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી સંયતાસંયતપણે રહે છે. ९१ णोसंजए णोअसंजए णोसंजयासंजए णं भते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નોસંયત નોઅસંયત નોસંયતાસંયત કેટલા કાળ સુધી નોસંયત, નોઅસંયત, નોસંયતાસંમતપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! તે સાદિ-અનંત છે વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સંયત, અસંયત અને સંયતાસંયત આદિની કાયસ્થિતિનું કથન છે. સંયતની કાયસ્થિતિ :- જે મનુષ્યો જીવનપર્યત સર્વ પાપકારી પ્રવૃત્તિથી સર્વ પ્રકારે વિરત થઈ ગયા હોય તેને સંયત કહે છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. કોઈ જીવને ચારિત્રનાં પરિણામ આવ્યા પછી બીજા સમયે મૃત્યુ થઈ જાય અથવા ચારિત્ર મોહનીયકર્મનો ઉદય થઈ જાય તો, તેની સંયતાવસ્થાની સ્થિતિ એક સમયની થાય છે. સર્વવિપિરિણામતાવરણ વાવોપરાન वैचित्र्यतः समयेकं संभवात् ।
ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વવર્ષની છે કારણ કે ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય ચારિત્રનો સ્વીકાર કરી શકે છે. ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કોઈ મનુષ્ય નવમા વર્ષે ચારિત્રનો સ્વીકાર કરે અને જીવનપર્યત ચારિત્રનું પાલન કરે તો તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન કોડ પૂર્વ વર્ષની થાય છે. ચારિત્રનું પાલન એક ભવ પૂરતું સીમિત હોય છે. ભવાંતરમાં તેની પરંપરા રહેતી નથી તેથી સંયત કે સંયતાસંયતની કાયસ્થિતિ એક ભવની અપેક્ષાએ જ હોય છે. અસંયતની કાયસ્થિતિ :- પાપકારી પ્રવૃત્તિથી વિરામ પામ્યા ન હોય, તેને અસંયત કહે છે, તેના ત્રણ પ્રકાર છે–(૧) અનાદિ અનંતજે ક્યારેય સંયમી થયા નથી અને થવાના નથી તેવા અભવી જીવોની અપેક્ષાએ અસંત જીવોની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. (૨) અનાદિ સાંત– જે ભવિષ્યમાં સંયમી બનશે તેવા ભવી જીવોની અપેક્ષાએ અસંયત જીવોની સ્થિતિ અનાદિ સાત છે. (૩) સાદિ સાંત–પડિવાઈ સંયતની અપેક્ષાએ અસંયમ જીવોની સ્થિતિ સાદિ સાંત છે. સાદિ-સાંત અસંયત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી અસંમતપણે રહે છે. તે અનંતકાલ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ ખંડના આકાશ પ્રદેશોનો અપહાર થાય તેટલા પ્રમાણે હોય છે તેમજ દેશોન અર્ધપુલ પરાવર્તન કાલ પ્રમાણ પછી અવશ્ય તેને ફરીથી સંયમની પ્રાપ્તિ થાય છે. સંયતાસંયતની કાયસ્થિતિ :- જે જીવ પાપકારી પ્રવૃત્તિથી એક દેશથી વિરામ પામ્યા હોય અને એક દેશથી વિરામ પામ્યા ન હોય, તેવા દેશવિરતિ શ્રાવકને સંયતાસંયત કહે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષોની છે. દેશવિરતિનો સ્વીકાર બે કરણ, ત્રણ યોગ આદિ અનેક વિકલ્પોથી થાય છે, તેના સ્વીકારમાં તથાપ્રકારના સ્વભાવથી જ અંતર્મુહુર્તનો કાલ વ્યતીત થાય છે તેથી તેની જઘન્ય સ્થિતિ સંયતની જેમ મૃત્યુની અપેક્ષાએ પણ એક સમયની બનતી નથી, ઉત્કૃષ્ટ સ્થિતિ સંયતની સમાન છે. નોસયત નોઅસંયત નોસંયતાસયતની કાયસ્થિતિ :- જે જીવ સંયમ, અસંયમ કે સંયમસંયમના ભાવોથી પર હોય, તેવા સિદ્ધ ભગવાનને નોસંયત નોઅસંયત નોસંયતાસંયત કહે છે. તેઓની સ્થિતિ સાદિ અનંતકાલની છે.