________________
૪ ર ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહે છે.
८१ केवलणाणी णं भंते ! पुच्छा ? गोयमा ! साईए अपज्जवसिए । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! કેવળજ્ઞાની કેટલા કાળ સુધી કેવળજ્ઞાનીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! કેવળજ્ઞાની સાદિ અનંતકાલ સુધી રહે છે. ८२ अण्णाणी मइअण्णाणी सुयअण्णाणी णं भंते ! पुच्छा ?
गोयमा ! अण्णाणी मइअण्णाणी सुयअण्णाणी तिविहे पण्णत्ते, तं जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं कालं, अणंताओ उस्सप्पिणिओसप्पिणीओ कालओ, खेत्तओ जाव अवटुं पोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ - પ્રગ્ન-હે ભગવન્! અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની કેટલા કાળ સુધી અજ્ઞાનીરહે છે?
ઉત્તર- હે ગૌતમ! અજ્ઞાની, મતિઅજ્ઞાની અને શ્રતઅજ્ઞાનીના ત્રણ-ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત, (૨) અનાદિ સાંત અને (૩) સાદિસાંત. તેમાંથી જે સાદિ સાંત છે, તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધી પોત-પોતાના પર્યાયોમાં રહે છે. કાલથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીકાલપ્રમાણ અને ક્ષેત્રથી યાવત દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ સુધી નિરંતર પોત-પોતાના પર્યાયોમાં રહે છે.
८३ विभंगणाणी णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं देसूणाए पुव्वकोडीए अब्भहियाइं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિર્ભાગજ્ઞાની કેટલા સમય સુધી વિર્ભાગજ્ઞાનીપણે રહે છે? ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક તેત્રીશ સાગરોપમ સુધી તે વિભંગ જ્ઞાનીપણે રહે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સામાન્ય જ્ઞાની, પાંચ પ્રકારના જ્ઞાની, સામાન્ય અજ્ઞાની, મત્યાદિ અજ્ઞાનીની કાયસ્થિતિનું પ્રતિપાદન છે. જ્ઞાની-અજ્ઞાની :- મતિ-શ્રુત આદિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી સમ્યગુદષ્ટિ જીવને જે જ્ઞાન પ્રાપ્ત થાય, તે સમ્યગ જ્ઞાન કહેવાય છે અને તે સમ્યગુજ્ઞાનયુક્ત જીવને જ્ઞાની કહે છે. મતિ-શ્રત આદિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મિથ્યાદષ્ટિને થતા જ્ઞાનને મિથ્યાજ્ઞાન(અજ્ઞાન) કહે છે અને મિથ્યાજ્ઞાનવાળા જીવને અજ્ઞાની કહે છે. જ્ઞાનીની કાયસ્થિતિ :- જ્ઞાનીના બે પ્રકાર છે– (૧) સાદિ અનંત અને (૨) સાદિ સાંત. જ્ઞાનના પાંચ પ્રકાર છે- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાંથી પ્રથમ ચાર જ્ઞાન ક્ષાયોપથમિક જ્ઞાન છે. તે ચાર જ્ઞાનયુક્ત જ્ઞાની સાદિ સાંત છે. તેની સ્થિતિ ક્ષાયોપથમિક સભ્યદૃષ્ટિ જીવોની જેમ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક દ સાગરોપમની છે.