________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
૪૫૫ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકષાયી જીવ કેટલા કાળ સુધી સંકષાયીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! સકષાયી જીવના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અનાદિ અનંત(૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે, તેનું કથન સવેદીના કથનાનુસાર યાવતું ક્ષેત્રથી દેશોન અર્ધ પુગલ પરાવર્તનકાલ સુધી રહે છે.
६४ कोहकसाई णं भंते ! कोहकसाई ति कालओ केवचिरं होइ ? गोयमा !जहण्णेणं वि उक्कोसेण वि अंतोमुहुत्तं । एवं जाव मायाकसाई । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! ક્રોધકષાયી કેટલા કાળ સુધી ક્રોધકષાયીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી ક્રોધકષાયીપણે રહે છે. આ રીતે માનકષાયી અને માયા કષાયીની સ્થિતિ જાણવી જોઈએ. | ६५ लोभकसाई णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कं समय, उक्कोसेणं अंतोमुहत्तं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! લોભકષાયી કેટલા કાળ સુધી લોભકષાયીપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. |६६ अकसाई णं भंते ! अकसाई ति कालओ केवचिरं होई ? गोयमा ! अकसाई दुविहे पण्णत्ते। तं जहा- साईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णं जे साईए सपज्जवसिए से जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અકષાયી કેટલા કાલ સુધી અકષાયીપણે રહે છે ? ઉત્તર- હે ગૌતમ! અકષાયી જીવોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સાદિ અનંત અને (૨) સાદિ સાંત. તેમાંથી જે સાદિ સાંત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અકષાયીપણે રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સકષાય, અકષાયી તથા ક્રોધાદિ ચારે કષાયીની કાયસ્થિતિનું કથન છે. સકષાયીની કાયસ્થિતિ :- જે જીવ કષાયસહિત હોય છે, તે સકષાયી કહેવાય છે. સવેદક જીવોની જેમ સકષાયી જીવો પણ ત્રણ પ્રકારના હોય છે.
(૧) અનાદિ અનંતજેના કષાયોનો ક્યારેય વિચ્છેદ થવાનો નથી, તેવા જીવોની અપેક્ષાએ સકષાયીની સ્થિતિ અનાદિ અનંત છે. (૨) અનાદિ સાંત- જે જીવ ભવિષ્યમાં ઉપશમ કે ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરીને અગિયારમા કે બારમા ગુણસ્થાનમાં કષાયોનો અંત કરવાના છે તેવા ભવી જીવોની અપેક્ષાએ સકષાયીની સ્થિતિ અનાદિ સાંત છે. (૩) સાદિ સાત-જે જીવ ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી, તેમાં અકષાયી થઈને, પડિવાઈ થતાં સકષાયી થઈ જાય છે, તે સાદિ સકષાયી કહેવાય છે. તે પડિવાઈના કષાયોદયનો ભવિષ્યમાં અંત પણ થવાનો છે, તેથી તેમાં સાદિ સાંત ભંગ ઘટિત થાય છે.
સાદિ સાંત સકષાયી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ-અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ સુધી કષાયી રહે છે. ક્રોધ-માન-માયા કષાયીની કાયસ્થિતિઃ- આ ત્રણે કષાયો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ જ