________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૪
૪૧૯ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યાનાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનોમાં, દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા દ્રવ્યની અપેક્ષાએ કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાનો છે. તેનાથી નીલલેશ્યાનાં જઘન્ય સ્થાનો અસંખ્યાતગુણા છે. તેનાથી કુષ્ણલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. દ્રવ્યની અપેક્ષાએ શુક્લલશ્યાના જઘન્ય સ્થાનથી, કાપોતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનો અસંખ્યાતગુણા છે, તેનાથી નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ જ પ્રમાણે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલશ્યાનાં ઉત્કૃષ્ટ સ્થાન ઉત્તરોત્તર દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે.
પ્રદેશોની અપેક્ષાએ સર્વથી અલ્પ કાપોતલેશ્યાનાં જઘન્ય સ્થાન છે, તેનાથી નીલલેશ્યાના જઘન્ય સ્થાન, પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ જ પ્રમાણે જેમ દ્રવ્યની અપેક્ષાએ અલ્પબદુત્વનું કથન કર્યું છે, તેમ પ્રદેશોની અપેક્ષાએ પણ અલ્પબદુત્વ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં ‘પ્રદેશોની અપેક્ષાએ” એમ કથન કરવું જોઈએ.
દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ, સર્વથી થોડા કાપોતલેશ્યાના જઘન્યસ્થાન દ્રવ્યની અપેક્ષાએ છે, તેનાથી નીલલેશ્યાના જઘન્યસ્થાન દ્રવ્યની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ જ રીતે કૃષ્ણલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા અને શુક્લલશ્યાના જઘન્ય સ્થાન દ્રવ્યની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે, દ્રવ્યની અપેક્ષાએ શુક્લલશ્યાના જઘન્ય સ્થાનથી, કાપોતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન અસંખ્યાતગુણા છે, તેનાથી દ્રવ્યની અપેક્ષાએ નીલલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન અસંખ્યાતગુણા છે, આ જ પ્રમાણે કૃષ્ણલેશ્યા, તેજોવેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાન દ્રવ્યની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. દ્રવ્યની અપેક્ષાએ શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનથી, કાપોતલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અનંતગુણા છે, તેનાથી નીલલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ જ રીતે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પદ્મવેશ્યા અને શુક્લલેશ્યાના જઘન્ય સ્થાન પ્રદેશોની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. પ્રદેશોની અપેક્ષાએ શુક્લલશ્યાના જઘન્ય સ્થાનથી, કાપોતલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનો પ્રદેશોથી અસંખ્યાતગુણા છે, તેનાથી નીલલેશ્યાના ઉત્કટ સ્થાનો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાતગુણા છે, આ જ રીતે કૃષ્ણલેશ્યા, તેજોલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યાના ઉત્કૃષ્ટ સ્થાનો પ્રદેશોની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં છ એ વેશ્યાઓનાં જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થાનના અલ્પબદુત્વનું દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ અને દ્રવ્ય તથા પ્રદેશોની અપેક્ષાએ પ્રતિપાદન કર્યું છે.
પ્રત્યેક વેશ્યાના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનો અસંખ્યાતા છે. અસંખ્યાતના અસંખ્યાત ભેદ હોવાથી તેમાં તરતમતા થાય છે. દ્રવ્યથી, પ્રદેશથી અને દ્રવ્ય-પ્રદેશથી તેનું અલ્પબદુત્વ ભાવાર્થમાં સ્પષ્ટ છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનોમાં દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય-પ્રદેશોની અપેક્ષાએ સર્વથી થોડા કાપોતલેશ્યાનાં સ્થાન છે. તેનાથી નીલ, કૃષ્ણ, તેજો, પદ્મ અને શુક્લલશ્યાના