________________
[૪૧૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
કાકડી, કડવી કાકડીનું ફળ, દેવદાલી–રોહિણી,રોહિણીનું પુષ્પ, મૃગવાલંકા, મૃગવાલુકાનું ફળ (ઈન્દ્રજ્વ), કડવાં તુરીયા, કડવાં તુરીયાનું ફળ, કૃષ્ણકંદ અને વજકંદ ઇત્યાદિ, શું આ બધા કડવા રસવાળા પદાર્થો જેવો કૃષ્ણલેશ્યાનો રસ હોય? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ અનિષ્ટતર, અકાંત-અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર રસ કૃષ્ણલેશ્યાનો હોય છે. | १७ णीललेस्सा णं भंते ! केरिसिया आसाएणं पण्णता?
गोयमा ! से जहाणामए भंगी ति वा भंगीरए इ वा पाढा इ वा चविता इ वा चित्तामूलए इ वा पिप्पलीमूलए इ वा पिप्पली इ वा पिप्पलिचुण्णे इ वा मिरीए इ वा मिरियषुण्णे इ वा सिंगबेरे इ वा सिंगबेरचुण्णे इ वा, भवेयारूवा?
गोयमा !णो इणढे समतु, णीललेस्सा णंएत्तो अणिद्रुतरिया चेव जावअमणामतरिया चेव आसाएणं पण्णत्ता। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! નીલલેશ્યાનો રસ–સ્વાદ કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ ભંગી (ભંગી નામની માદકવનસ્પતિ અથવા ભંગી વનસ્પતિની રજ), પાઠા-વનસ્પતિ વિશેષ, ચવિતા-તીખા રસવાળી વનસ્પતિ, ચિત્રમૂલક, પીપર, પીપરીમૂળ, પીપરચૂર્ણ, મરી, મરીનું ચૂર્ણ, સૂંઠ અને સૂંઠનું ચૂર્ણ, ઇત્યાદિ, શું આ બધા તીખા રસવાળા પદાર્થો જેવો નીલલેશ્યાનો રસ હોય ? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ અનિષ્ટતર, અકાંત-અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર રસ નીલલેશ્યાનો હોય છે. | १८ काउलेस्साए णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता ?
गोयमा ! से जहाणामए अंबाण वा अंबाडगाण वा माउलुंगाण वा बिल्लाण वा कविट्ठाण वा भट्ठाण वा फणसाण वा दालिमाण वा पारेवयाण वा अक्खोडाण वा पोराण वा बोराण वा तेंदुयाण वा अपक्काणं अपरियागाणं वण्णेणं अणुववेयाणं गंधेण अणुववेयाणं फासेणं अणुववेयाणं, भवेयारूवा?
___ गोयमा ! णो इणढे समढे एत्तो अणिद्रुतरिया चेव जाव एत्तो अमणामतरिया चेव काउलेस्सा आसाएणं पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાપોતલેશ્યાનો રસ કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ કોઈ આમ્ર, આમ્રફળ–કેરી, બીજોરા, બીલા, કોઠા, ભાઠા, ફણસ, દાડમ, પારાપત-પારેવાના રંગનું ખાટા રસનું ફળ, અખરોટ, મોટા બોર, બોર, તિક વગેરે ફળ સંપૂર્ણ પાકેલાં ન હોય, પાકેલાં ફળ જેવાં વર્ણથી રહિત, ગંધથી રહિત અને સ્પર્શથી રહિત હોય, તેવા તૂરા રસવાળા ફળો જેવો કાપોતલેશ્યાનો રસ હોય? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ
અનિષ્ટતર, અકાંત-અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર રસ કાપોતલેશ્યાનો હોય છે. | १९ तेउलेस्सा णं भंते ! केरिसिया आसाएणं पण्णत्ता ?