________________
સત્તરમું પદ : લેશ્યા : ઉદ્દેશક-૪
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નીલલેશ્યાનો વર્ણ કેવો હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ કોઈ ભૃગપક્ષી, ભૃગપક્ષીની પાંખ, ચાસપક્ષી, ચાસપક્ષીની પાંખ, પોપટ, પોપટની પાંખ, પ્રિયંગુલતા, વનરાજી, દંતરાગ–દાંતને રંગવાનું દ્રવ્ય, કબૂતરની ગ્રીવા, મોરની ગ્રીવા, બળદેવના નીલ વસ્ત્ર, અળસીનાં ફૂલ, બાણ વૃક્ષનું ફૂલ, અંજન કોશિકાનું ફૂલ, નીલકમળ, નીલ અશોક, નીલું કણવીર કે નીલું બંધુજીવક વૃક્ષ ઇત્યાદિ, શું આ બધા નીલા પદાર્થો જેવો નીલલેશ્યાનો વર્ણ હોય ? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ અનિષ્ટતર, અકાંત-અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર વર્ણ નીલલેશ્યાનો હોય છે.
११ काउलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता ?
૪૦૭
गोयमा ! से जहाणामए खयरसारे इ वा कयरसारे इ वा धमाससारे इ वा तंबे इ वा तंबकरोडए इ वा तंबच्छिवाडिया इ वा वाइंगणिकुसुमए इ वा कोइलच्छदकुसुमए इ वा जवासाकुसुमे इ वा कलकुसुमे इ वा भवेयारूवा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, काउलेस्सा णं एत्तो अणिट्ठतरिया चेव जाव अमणामतरिया चेव वण्णेणं पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કાપોતલેશ્યાનો વર્ણ કેવો હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેવો ખદિર વૃક્ષનો મધ્ય ભાગ, કેર નામના વૃક્ષનો મધ્ય ભાગ, ધમાસવૃક્ષનો મધ્ય ભાગ, તાંબુ કે તાંબાની કટોરી, રીંગણીનાં પુષ્પ, કોકિલચ્છદ વૃક્ષનું ફૂલ, જવાસાનું ફૂલ કળ કુસુમ(ધાન્ય વિશેષનું ફૂલ) ઇત્યાદિ, શું આ બધા કથ્થાઈ રંગના પદાર્થો જેવો કાપોતલેશ્યાનો વર્ણ હોય ? હે ગૌતમ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ અનિષ્ટતર, અકાંત-અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર વર્ણ કાપોતલેશ્યાનો હોય છે.
१२ तेउलेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता ?
गोयमा ! से जहाणामए ससरुहिरे इ वा उरब्भरुहिरे इ वा वराहरुहिरे इ वा संबररुहिरे इ वा मणुस्सरुहिरे इ वा बालिंदगोवे इ वा बालदिवागरे इ वा संझब्भरागे इ वा गुंजद्धरागे इ वा जाइहिंगुलए इ वा पवालंकुरे इ वा लक्खारसे इ वा लोहियक्खमणी इ वा किमिरागकंबले इ वा गयतालुए इ वा चीणपिट्ठरासी इ वा पारिजायकुसुमे इ वा जासुमणाकुसुमे इ वा किंसुयपुप्फरासी इ वा रत्तुप्पले इ वा रत्तासोगे इ वा रत्तकणवीरए इ वा रत्तबंधुजीवए इवा, भवेयारूवा ? गोयमा ! णो इणट्ठे समट्ठे, तेउलेस्सा णं तो इट्ठतरिया चेव जाव मणामतरिया चेव वण्णेणं पण्णत्ता ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! તેજોલેશ્યાનો વર્ણ કેવો હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! જેમ સસલાનું લોહી, ઘેટાનું લોહી, ડુક્કરનું લોહી, સંબર(હરણની એક જાતિ)નું લોહી, મનુષ્યનું લોહી, તત્કાળ જન્મેલો ઈન્દ્રગોપ, ઉદિત થતો સૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, ઉત્તમ જાતિનો હિંગળો, પ્રવાલ-મૂંગાનો અંકુર, લાક્ષારસ, લોહિતાક્ષમણિ, કિરમજીના રંગવાળી કંબલ, હાથીનું તાળવું, ચીન-મસુર નામના લાલ દ્રવ્યનું ચૂર્ણ,પારિજાતકુસુમ, જપાકુસુમ, કેસૂડાનાં ફૂલનો સમૂહ,