________________
૪૦
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
આ રીતે છએ વેશ્યાઓ એકબીજામાં બંને રીતે પરિણમન પામતી રહે છે. મનુષ્ય અને તિર્યંચમાં દ્રવ્યલેશ્યા પલટાતી રહે છે. જેમ દૂધ-દહીં રૂપે પરિણમી જાય છે, તેમ મનુષ્ય-તિર્યંચની વેશ્યા પોતાના સ્વરૂપનો ત્યાગ કરી અન્ય લેશ્યાદ્રવ્યના સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
નારકીઓ અને દેવોમાં દ્રવ્યલેશ્યા અવસ્થિત છે. તેના લેણ્યાદ્રવ્યો ભવપર્યત અવસ્થિત હોય છે. વડુર્યમણિ કાળા આદિ દોરાને પ્રાપ્ત કરી કાળાપર્ણ રૂપે પરિણત થતું નથી પરંતુ પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના જ તે-તે પર્યાયને ધારણ કરે છે, તેમ નારકી અને દેવમાં વેશ્યાદ્રવ્યો ભવપર્યત અવસ્થિત હોય છે તેથી અન્ય લેશ્યા દ્રવ્યને માત્ર ગ્રહણ કરીને ધારણ કરે છે, પરંતુ તે વેશ્યા દ્રવ્યોના રૂપમાં પરિવર્તન પામતી નથી. ચારે ગતિના આ બે પ્રકારના પરિણામને સમજાવવા સૂત્રમાં બે પ્રકારના દષ્ટાંત રજૂ કરવામાં આવ્યા
(૨) લેગ્યા-વર્ણ:| ९ कण्हलेस्सा णं भंते ! वण्णेणं केरिसिया पण्णत्ता ?
गोयमा ! से जहाणामए जीमूए इ वा अंजणे इ वा खंजणे इ वा कज्जले इ वा गवले इ वा गवलवलए इ वा जंबूफलए इ वा अद्दारिटुए इ वा परपुढे इ वा भमरे इ वा भमरावली इ वा गयकलभे इ वा किण्हकेसे इ वा आगासथिग्गले इ वा किण्हासोए इ वा किण्हकणवीरए इ वा किण्हबंधुजीवए इ वा, भवेयारूवा ?
गोयमा ! णो इणढे समढे, किण्हलेस्सा णं एत्तो अणिट्ठतरिया चेव अकंततरिया चेव अप्पियतरिया चेव अमणुण्णतरिया चेव अमणामतरिया चेव वण्णेणं पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશ્યાનો વર્ણ કેવો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! જેમ કોઈ જીમૂત (વર્ષારંભકાલિક મેઘ), આંખોમાં આંજવાનું સૌવીરાદિ અંજન, ગાડી-ગાડાની ધરીનું કલ કે દિવાની મશ, કાજળ, ભેંસનું શીંગડું, ભેંસના શીંગડાંનો સમૂહ,જાંબુફળ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભમરો, ભમરાની પંક્તિ, હાથીનું બચ્ચું, કાળા વાળ (કૃષ્ણકેસર-કાળાં બકુલનું ઝાડ), આકાશ થીગડું(લોકાકાશ), મેઘાચ્છાદિત આકાશખંડ, કૃષ્ણ અશોક, કાળી કણેર અને કાળા બંધુજીવક વૃક્ષ ઇત્યાદિ, શું આ બધા કાળા પદાર્થો જેવો કૃષ્ણ લેશ્યાનો વર્ણ હોય? હે ગૌતમ ! તેમ નથી, પરંતુ ઉપરોક્ત વસ્તુઓથી પણ વિશેષ અનિષ્ટતર, અકાંત-અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર વર્ણ કૃષ્ણલેશ્યાનો હોય છે. | १० णीललेस्सा णं भंते ! केरिसिया वण्णेणं पण्णत्ता?
गोयमा ! से जहाणामए भिंगे इ वा भिंगपत्तेइ वा चासे इ वा चासपिच्छे इ वा सुए इ वा सुयपिच्छे इ वा सामा इ वा वणराई इ वा उच्चंतए इ वा पारेवयगीवा इ वा मोरगीवा इ वा हलधरवसणेइ वा अयसिकुसुमेइ वा बाणकुसुमेइ वा अंजणकेसियाकुसुमेइ वा णीलुप्पले इवा णीलासोएइ वा णीलकणवीरएइ वा णीलबंधुजीवए इवा, भवेयारूवा? गोयमा !णो इणढे समढे, एत्तो अणिद्रुतरिया चेव जाव अमणामतरिया चेव वण्णेणं पण्णता?