________________
(સત્તર પદ: લેશ્યા : ઉદ્દેશક-૩
|
૩૯૩.
ઉત્તર- હા, ગૌતમ ! કૃષ્ણલેશી પૃથ્વીકાયિક કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ મૃત્યુ સમયે તેને કદાચિત્ કૃષ્ણલેશ્યા, કદાચિત્ નીલલેશ્યા અને કદાચિત્ કાપોતલેશ્યાના પરિણામો આવે છે. કદાચિત્ જે લેગ્યામાં ઉત્પન્ન થયા હોય, તે જ વેશ્યાના પરિણામમાં મૃત્યુ પામે છે. તે જ રીતે નીલલેશી અને કાપોતલેશી પૃથ્વીકાયિકોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તનના વિષયમાં જાણવું જોઈએ. | ५ से णूणं भंते ! तेउलेसे पुढविक्काइए तेउलेस्सेसु पुढविक्काएसु उववज्जइ ? तेउलेस्से उव्वट्टइ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ?
हंता गोयमा ! तेउलेसे पुढविकाइए तेउलेसेसु पुढविक्काइएसु उववज्जइ, सिय कण्हलेस्से उव्वट्टइ, सियणीललेस्से उव्वट्टइ, सिय काउलेस्से उव्वट्टइ; तेउलेसे उववज्जइ, णो चेवणं तेउलेस्से उव्वट्टइ।
___ एवं आउक्काइयवणस्सइकाइया वि । तेऊ वाऊ एवं चेव, णवरं- एएसिं तेउलेस्सा णत्थि। बियतियचउरिदिया एवं चेव तिसुलेसासु। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! તેજોલેશી પૃથ્વીકાયિક શું તેજોલેશી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે? શું તે તેજોલેશ્યામાં મૃત્યુ પામે છે? શું તે જે લેગ્યામાં ઉત્પન્ન થાય, તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે?
ઉત્તર-હા, ગૌતમ!તેજોલેશી પૃથ્વીકાયિક, તેજોલેશી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે પરંતુ ઉદ્વર્તન સમયે કદાચિત્ કૃષ્ણલેશ્યા, કદાચિત્નીલલેશ્યા અને કદાચિત્ કાપોતલેશ્યાના પરિણામો હોય છે. પૃથ્વીકાયિક જીવ તેજોલેશ્યામાં ઉત્પન્ન થાય છે પરંતુ તેજોલેશ્યામાં મૃત્યુ પામતા નથી.
- આ જ રીતે અપ્લાય અને વનસ્પતિકાયિક જીવોનું કથન કરવું જોઈએ. તે જ રીતે તેઉકાય અને વાયુકાયિક જીવોનું કથન પણ કરવું જોઈએ પરંતુ તેમાં તેજોવેશ્યાનું કથન ન કરવું.
તે જ રીતે બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તન સંબંધી કથન કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યામાં જાણવું જોઈએ.
६ पंचेंदियतिरिक्खजोणिया मणूसा य जहा पुढविक्काइया आदिल्लियासु तिसु लेस्सासु भणिया तहा छसु वि लेसासु भाणियव्वा । णवरं छपि लेसाओ चारियव्वाओ । ભાવાર્થ-જે રીતે પૃથ્વી કાયિકોમાં પ્રારંભની ત્રણ વેશ્યાનું કથન કર્યું છે, તે જ રીતે પચેન્દ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યોમાં ઉત્પત્તિ અને ઉદ્વર્તન સંબંધી કથન છ એ લેશ્યામાં કરવું જોઈએ. | ७ वाणमंतरा जहा असुरकुमारा से णूणं भंते ! तेउलेस्से जोइसिए तेउलेसेसु जोइसिएसु उववज्जइ ? जहेव असुरकुमारा । एवं वेमाणिया वि । णवरं दोण्ह वि चयंतीति अभिलावो । ભાવાર્થ :- વાણવ્યંતર દેવોની ઉત્પત્તિ અને ઉદ્વર્તના સંબંધી વક્તવ્યતા અસુરકુમાર દેવોની સમાન જાણવી. પ્રશ્ન- હે ભગવન! શું તેજોલેશી જ્યોતિષ્કદેવ તેજોવેશી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય છે? શું તેજોલેશ્યામાં જ ચ્યવન કરે છે? ઉત્તર- જેવી રીતે અસુરકુમારોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે જ્યોતિષ્ઠ દેવોના વિષયમાં સમજવું જોઈએ.