________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
થાય ત્યારપછી તે જીવને અન્ય આયુષ્યનો ઉદય પ્રારંભ થઈ જવાથી તે નારક કહેવાતો નથી. તે જીવ જે ગતિમાં જન્મ ધારણ કરવાનો હોય, તે ભવના આયુષ્યનો ઉદય થઈ જવાથી તે જીવ ૠજુસૂત્રનયથી તે નામે ઓળખાય છે. તેથી અનૈરિયક, નરકમાંથી નીકળે છે, તેવું સૂત્રકારનું કથન ૠજુસૂત્રનય પ્રમાણે છે.
૩૯૨
જેવી રીતે અપરાધી વ્યક્તિ જ જેલમાં જાય છે અને નિરપરાધી વ્યક્તિ જેલમાંથી બહાર નીકળે છે. જ્યારે તે વ્યક્તિ અપરાધ કરે ત્યારે જ તેને સજા થાય અર્થાત્ જેલમાં પ્રવેશ કરે ત્યારે તે સાહુકાર હોવા છતાં પણ અપરાધી કહેવાય છે અને તેની સજાની મર્યાદા પૂર્ણ થાય ત્યાર પછી તે જેલમાંથી બહાર નીકળે છે અને તે સમયે તે નિરપરાધી કહેવાય છે. તેથી અપરાધી વ્યક્તિ જેલમાં જાય છે અને નિરપરાધી વ્યક્તિ જેલમાંથી બહાર નીકળે છે.
આ રીતે ૨૪ દંડકના જીવોના ઉર્તનમાં સમજવું પરંતુ જ્યોતિષી અને વૈમાનિક દેવો માટે ‘ઉર્તન’ શબ્દપ્રયોગના સ્થાને ‘ચ્યવન’ શબ્દનો પ્રયોગ થાય છે.
સલેશી જીવોમાં ઉત્પત્તિ અને ઉર્તન :
३ से णू भंते ! कण्हलेस्से णेरइए कण्हलेसेसु णेरइएसु उववज्जइ ? कण्हलेसे उव्वट्टइ ? जल्लेस्से उववज्जइ तल्लेसे उव्वट्टइ ?
हंता गोयमा ! कण्हलेसे णेरइए कण्हलेसेसु णेरइएसु उववज्जइ, कण्हलेसे उव्वट्टइ, जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्टइ । एवं णीललेसे वि काउलेसे वि । एवं असुरकुमारा वि जाव थणियकुमारा वि । णवरं तेउलेस्सा अब्भहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણલેશી નૈયિક, કૃષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે અને તે કૃષ્ણલેશી રૂપે જ નરકમાંથી નીકળે છે ? જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે ?
ઉત્તર—હા, ગૌતમ ! કૃષ્ણલેશી નૈરયિક કૃષ્ણલેશી નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે અને તે કૃષ્ણલેશ્યામાં જ મૃત્યુ પામે છે. જે લેશ્યામાં તે ઉત્પન્ન થાય છે તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે.
આ જ રીતે નીલલેશી અને કાપોતલેશી નૈરયિકના ઉત્પત્તિ અને ઉર્તન પણ સમજી લેવા જોઈએ. આ રીતે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી ઉત્પત્તિ અને ઉર્તનનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે ભવનપતિ દેવોમાં તેજોલેશ્યાનું કથન અધિક કરવું જોઈએ.
४ से णूणं भंते ! कण्हलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु पुढविक्काइएसु उववज्जइ ? कण्हलेस्से उव्वट्टइ ? जल्लेसे उववज्जइ तल्लेसे उव्वट्ट ?
हंता गोयमा ! कण्हलेस्से पुढविक्काइए कण्हलेस्सेसु पुढविक्काइएसु उववज्जइ; सिय कण्हलेस्से उव्वट्टइ, सिय णीललेस्से उव्वट्टइ, सिय काउलेस्से उव्वट्टइ, सिय जल्लेसे उव्वज्जइ तल्लेसे उव्वट्टइ । एवं णीललेस्सा काउलेस्सा वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણલેશી પૃથ્વીકાયિક, કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? શું તે કૃષ્ણલેશ્યાના પરિણામમાં જ મૃત્યુ પામે છે ? શું જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે, તે જ લેશ્યામાં મૃત્યુ પામે છે ?