________________
| સત્તરમું પદ લેશ્યાઃ ઉદ્દેશક-૧
[ ૩૫૭]
કહે છે. તે જીવોને ત્રણે યોગની પ્રવૃત્તિ હોવા છતાં, કષાયનો અભાવ હોવાથી, તેને પૂર્વોક્ત પાંચ ક્રિયા નથી. સરાગસંયત :- જેને સંજ્વલન કષાયનો ઉદય છે, તેવા ચારિત્રવાન જીવોને સરાગસંયત કહે છે. તેમાં અપ્રમત્તસંયતને કષાયજન્ય એક માયાવત્તિયા ક્રિયા અને પ્રમત્ત સંયતને આરંભિયા અને માયાવત્તિયા બે ક્રિયા હોય છે. સર્વપ્રમત્ત આર્મક | સર્વ પ્રમત્ત યોગ આરંભરૂપ છે. તેથી સર્વ પાપથી વિરત હોવા છતાં પ્રમત્ત સંયતને આભિયા ક્રિયા હોય છે. સંયતાસંયત :- શ્રાવકને ત્રણ ક્રિયા હોય છે. કારણ કે તે એક દેશથી પાપથી વિરામ પામ્યા છે. તે ઉપરાંત તેના આત્મપરિણામો વિરતિના જ છે. તેથી તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોતી નથી. અસંયત :- જે પાપક્રિયાથી નિવૃત્ત થયા નથી તેને અસંયત કહે છે. તે સમકિતી હોવાથી મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાને છોડીને શેષ ચાર ક્રિયા તેને હોય છે. મિથ્યાત્વી :- તે જીવોને પાંચે ક્રિયા હોય છે– (૧) આરંભિકી (૨) પારિગ્રહિક (૩) માયા પ્રત્યયા (૪) અપ્રત્યાખ્યાની (૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં સમાહારાદિ - | १६ वाणमंतराणं जहा असुरकुमाराणं । एवं जोइसिय-वेमाणियाण वि, णवरं ते वे यणाए दुविहा पण्णत्ता, तं जहा- माई मिच्छद्दिट्ठीउववण्णगा य अमाईसम्मट्ठिीउववण्णगा य । तत्थ णं जे ते माईमिच्छट्ठिीउववण्णगा ते णं अप्पवेयणतरागा । तत्थ णं जेते अमाईसम्म-द्दिट्ठीउववण्णगा तेणं महावेयणतरागा, से एएणटेणं गोयमा ! एवं वुच्चइ । सेसं तहेव। ભાવાર્થ :- વાણવ્યંતર દેવોની આહાર આદિ સંબંધી સર્વ વક્તવ્યતા અસુરકુમારોની સમાન જાણવી.
તે જ રીતે જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના આહારાદિ વિષયમાં પણ કહેવું જોઈએ. વેદનાની અપેક્ષાએ તેઓની વેદનામાં વિશેષતા છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છેમાયમિથ્યાદષ્ટિ ઉત્પન્નક અને અમાયી સમ્યગ્દષ્ટિ ઉત્પન્નક. તેમાં માયી મિથ્યાદષ્ટિ ઉત્પન્નક અલ્પતર વેદનાવાળા અને અમાયીસમ્યગુદષ્ટિ ઉત્પન્નક મહાવેદનાવાળા છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહ્યું છે કે બધા વૈમાનિક દેવો સમાન વેદનાવાળા નથી. શેષ આહાર, કર્મ, વર્ણ આદિ સંબંધી કથન અસુરકુમારોની સમાન જાણવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની આહારાદિ વિષયક વક્તવ્યતા અસુરકમારોના અતિદેશપૂર્વક કહેવામાં આવી છે. તેમાં જ્યોતિષી અને વૈમાનિક દેવોની વેદનામાં વિશેષતા કહી છે.
જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસંજ્ઞી જીવો ઉત્પન્ન થતા નથી. તેથી સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત તેવા બે ભેદ કર્યા નથી પરંતુ માયી મિથ્યાદષ્ટિ અને અમાયી સમ્યગુદષ્ટિ તેવા બે ભેદ કર્યા છે. તેમાં માયી મિથ્યાદષ્ટિ અલ્પવેદનાવાળા અને અમાયી સમ્યગુદષ્ટિ(શાતા વેદનીયની અપેક્ષાએ) મહાવેદનાવાળા છે.