________________
| ૩૫૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
तेसि पंच किरियाओ कज्जंति, तं जहा- आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया । सेसं जहा णेरइयाणं। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! શું બધા મનુષ્યો સમાન આહારવાળા છે? ઉત્તર-હે ગૌતમ!તે શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે બધા મનુષ્યો સમાન આહારવાળા નથી?
ઉત્તર- હે ગૌતમ ! મનુષ્યોના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે- મહાશરીરવાળા અને અલ્પ (નાના)શરીરવાળા. તેમાં મહાશરીરવાળા ઘણા પુદ્ગલોનો આહાર કરે છે યાવતું ઘણા પુદ્ગલોનું પરિણમન કરે છે યાવત્ ઘણા યુગલોને નિઃશ્વાસરૂપે મૂકે છે, તેઓ કદાચિત આહાર કરે છે યાવત્ કદાચિત નિઃશ્વાસ મૂકે છે અને જે અલ્પ શરીરવાળા છે તે અલ્પતર પુદ્ગલોનો આહાર કરે છે વાવત અલ્પતર પુગલોનો નિઃશ્વાસ મૂકે છે, વારંવાર આહાર લે છે યાવતું વારંવાર નિઃશ્વાસ છોડે છે. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે કે બધા મનુષ્યો સમાન આહારવાળા નથી.
શેષ વેદના સુધીનું સમસ્ત વર્ણન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. પરંતુ ક્રિયામાં નારકીઓ કરતાં આ પ્રમાણે વિશેષતા છે–ક્રિયાની અપેક્ષાએ મનુષ્યોના ત્રણ પ્રકાર છે, જેમ કે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્ર દષ્ટિ. તેમાંથી સમ્યગુદષ્ટિના ત્રણ પ્રકાર છે, જેમ કે સંયત, અસંયત અને સંયતાસંયત. તેમાંથી સંયતના બે પ્રકાર છે– સરાગ સંયત અને વીતરાગ સંયત. તેમાં વીતરાગ સંયત અક્રિય (ક્રિયા રહિત) છે.
સરાગ સંયતના બે પ્રકાર છે– પ્રમત્તસંયત અને અપ્રમત્ત સંયત. અપ્રમત્તસંયતને માયાપ્રત્યયા આ એક જ ક્રિયા હોય છે. પ્રમત્તસંયતને આરંભિકી અને માયાપ્રત્યયા આ બે ક્રિયાઓ હોય છે. સંયતાસંયતને ૧.આરંભિકી, ૨. પારિગ્રહિકી, ૩. માયાપ્રત્યયા; આ ત્રણ ક્રિયા છે. અસંયતને ૧.આરંભિકી, ૨. પારિગ્રહિકી, ૩. માયાપ્રત્યયા અને ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા; આ ચાર ક્રિયા હોય છે અને મિથ્યાદષ્ટિ અથવા મિશ્રદષ્ટિ મનુષ્યોને નિશ્ચિતરૂપે ૧. આરંભિકી, ૨. પારિગ્રહિકી, ૩. માયા પ્રત્યયા, ૪. અપ્રત્યાખ્યાન ક્રિયા અને ૫.મિથ્યાદર્શન પ્રત્યયા; આ પાંચ ક્રિયાઓ હોય છે. શેષ સમસ્ત વર્ણન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચન :
મનુષ્યમાં સમાહારાદિનું કથન નૈરયિકોની સમાન જાણવું. તેમ છતાં મનુષ્યોના સમાહારાદિમાં વિશેષતા છે. અલ્પાહારી મહાહારી :- દેવક-ઉત્તરકુરુક્ષેત્રના મનુષ્યનું શરીર ત્રણ ગાઉનું હોય છે. તે મહાશરીરી છે અને ઘણા પુગલોનો આહાર કરે છે. તેમ છતાં તે ત્રણ દિવસે અને ક્ષેત્રકાલ પ્રમાણે અત્યંત સારભૂત મુગલોનો આહાર કરે છે. તેઓનો આહાર પોતાના શરીર પ્રમાણે હોય છે પરંતુ બોર કે આંબળા જેટલો જ આહાર કરતા હોય તેમ આગમોમાં નથી.
અલ્પશરીરી મનુષ્ય અલ્પ અને વારંવાર આહાર કરે છે. જેમ કે બાળક. તેના આહારમાં નિઃસાર પુદ્ગલો અધિક હોય છે તેથી તેને વારંવાર આહાર કરવો પડે છે. આ રીતે મહાશરીરીને અધિક આહાર અને અલ્પશરીરીને અલ્પ આહાર હોય છે. કિયાઃ વીતરાગ સયત - જેના કષાય સર્વથા ઉપશાંત અથવા ક્ષીણ થઈ ગયા હોય તેને વીતરાગ સંયત