________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૨
ગતે પ્રવાતો અતિપ્રપાત: કૃતિ નૈતિપ્રપાતઃ । વિવિધ પ્રકારની ગતિને પ્રાપ્ત થવું, બે માંથી કોઈ પણ ગતિમાં પ્રવૃત થવું, તે ગતિપ્રપાત છે. પ્રસ્તુત સૂત્રમાં તેના પાંચ પ્રકાર કહ્યા છે.
૩૩૨
(૧) પ્રયોગગતિ :– આત્માના વિશેષ વ્યાપાર રૂપ પંદર યોગની પ્રવૃત્તિને પ્રયોગ કહે છે. તે દેશાંતર પ્રાપ્તિરૂપ છે, કારણ કે જીવ દ્વારા ગ્રહણ કરીને છોડાયેલા સત્યમન આદિના પુદ્ગલો નજીક કે દૂરના દેશાન્તર સુધી ગમન કરે છે.
(૨) તતગતિ :– વિસ્તારવાળી ગતિ. જેમ કે કોઈ મનુષ્ય કોઈ ગામ કે સંનિવેશ તરફ પ્રયાણ કરે અને ગંતવ્ય સ્થાને પહોંચે નહીં ત્યાં સુધી માર્ગમાં એક-એક પગલું મૂકતાં મૂકતાં જે દેશાન્તર પ્રાપ્તિરૂપ ગતિ થાય, તે ગતિ તતગતિ કહેવાય છે. જો કે એક-એક પગલું ચાલવું તે શરીરના વ્યાપાર રૂપ પ્રયોગ જ છે, તેમ છતાં તેમાં વિસ્તારની વિશેષતા હોવાથી પ્રયોગગતિ નામે તેનું અલગ કથન કર્યું છે.
(૩) બંધન-છેદનગતિ :– બંધનનું છેદન થવાથી જે ગતિ થાય, તે બંધન છેદન ગતિ છે. જીવથી મુક્ત શરીરની કે શરીરથી મુક્ત જીવની આ ગતિ હોય છે.
(૪) ઉપપાતગતિ :– ઉપપાત એટલે પ્રાદુર્ભાવ–ઉત્પત્તિ. નવા સ્થાનમાં જન્મ ધારણ કરવા માટે થતી ગતિને ઉપપાતગતિ કહે છે.
(૫) વિહાયોગતિ – વિહાયસ્ અર્થાત્ આકાશમાં થતી ગતિને વિહાયોગતિ કહે છે.
પ્રયોગગતિના ભેદ-પ્રભેદ :
૬ સેતિ મંતે ! પોર્ફ ? શોથમા ! પોળ દ્પળલવિદા પાત્તા, તું બહાसच्चमणप्पओगगई जाव कम्मगसरीरकायप्पओगगई । एवं जहा पओगो भणिओ तहा एसा वि भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પ્રયોગગતિના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! પ્રયોગગતિના પંદર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સત્યમનપ્રયોગ ગતિ યાવત્ કાર્યણ શરીરકાય પ્રયોગગતિ. જે રીતે પ્રયોગ પંદર પ્રકારના કહ્યા છે ; તે જ રીતે પ્રયોગ ગતિનું કથન કરવું જોઈએ.
१७ जीवाणं भंते ! कइविहा पओगगई पण्णत्ता ? गोयमा ! पण्णरसविहा पण्णत्ता, जहा - सच्चमणप्पओगगई जाव कम्मासरीरकायप्पओगगई ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જીવોની પ્રયોગગતિ કેટલા પ્રકારની છે ? ઉત્તર- હે ગૌતમ ! પંદર પ્રકારની છે, તે આ પ્રમાણે છે– સત્યમન પ્રયોગગતિ યાવત્ કાર્પણ શરીર પ્રયોગગતિ.
१८ णेरइयाणं भंते ! कइविहा पओगगई पण्णत्ता ? गोयमा ! एक्कारसविहा पण्णत्ता, तं जहा - सच्चमणप्पओगगई एवं उवउज्जिऊण जस्स जइविहा तस्स तइविहा भाणियव्वा जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નૈરિયકોની કેટલા પ્રકારની પ્રયોગગતિ છે ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકોની પ્રયોગગતિના અગિયાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સત્યમન પ્રયોગગતિ ઈત્યાદિ વૈમાનિક સુધીના સર્વ જીવોમાં જેને જેટલા પ્રયોગ છે, તેને તેટલા પ્રકારની પ્રયોગ ગતિ ઉપયોગપૂર્વક કહેવી જોઈએ.