________________
[ ૩૩૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
થાય ત્યારે) એક ઔદારિકમિશ્ર કાયપ્રયોગી. (૨) અગિયાર પ્રયોગી ઘણા જીવો + (અનેક મનુષ્યો ઉત્પન્ન થાય ત્યારે) અનેક ઔદારિકમિશ્ર કાયપ્રયોગી. આ જ રીતે (૩-૪) કાર્પણ કાયપ્રયોગના સંયોગે એક અને અનેક જીવના બે ભંગ (પ-૬) આહારક કાયપ્રયોગના સંયોગે બે ભંગ (૭-૮) આહારકમિશ્ર કાયપ્રયોગના સંયોગે બે ભંગ. આ રીતે શાશ્વત સાથે ચાર અશાશ્વતપ્રયોગીના એકવચન અને બહુવચનની અપેક્ષાએ કુલ ૮ ભંગ થાય છે. શાશ્વત સાથે ત્રિસંયોગી ચોવીસ ભગ– ચારે અશાશ્વત પ્રયોગના બે-બે સંયોગ કરતાં છ વિકલ્પ થાય છે, તે પ્રત્યેક વિકલ્પની ચૌભંગી રૂપે કુલ ચોવીસ ભંગ થાય છે. તે છ વિકલ્પો આ પ્રમાણે છે(૧) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ અને આહારક કાયપ્રયોગના એકવચન, બહુવચનના સંયોગે ચૌભંગી. (૨) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ અને આહારકમિશ્ર કાયપ્રયોગની ચૌભંગી. (૩) દારિક મિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગની ચૌભંગી. (૪) આહારક કાયપ્રયોગ અને આહારકમિશ્ર કાર્યપ્રયોગની ચૌભંગી. (૫) આહારક કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગની ચૌભંગી. (૬) આહારકમિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગની ચૌભંગી થાય. શાશ્વત સાથે ચાર સંયોગી ૩ર ભંગ-ચાર અશાશ્વત પ્રયોગોના ત્રણ-ત્રણના સંયોગે ચાર વિકલ્પ થાય છે અને તે પ્રત્યેક વિકલ્પમાં આઠ-આઠ ભંગ થતાં કુલ ૮૪૪ = ૩ર ભંગ થાય છે. તે ચાર વિકલ્પ આ પ્રમાણે છે(૧) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ અને આહારક મિશ્ર કાયપ્રયોગ, આ ત્રણ પદના એકવચન અને બહુવચનની અપેક્ષાએ આઠ ભંગ. (૨) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, આ ત્રણ પદના આઠ ભંગ. (૩) ઔદારિક મિશ્ર કાયપ્રયોગ, આહારકમિશ્ર કાયપ્રયોગ અને કાર્મણ કાયપ્રયોગ, આ ત્રણ પદના આઠ ભંગ.(૪) આહારક કાયપ્રયોગ, આહારક મિશ્રકાયપ્રયોગ અને કાર્મણ કાયપ્રયોગ, આ ત્રણ પદના આઠ અંગ. શાશ્વત સાથે પાંચ સંયોગી ૧૬ ભંગ- દારિક મિશ્ર કાયપ્રયોગ, આહારક કાયપ્રયોગ, આહારક મિશ્ર કાયપ્રયોગ અને કાર્પણ કાયપ્રયોગ, આ ચારે ય પદનો ચાર સંયોગી એક જ વિકલ્પ થાય છે તે એક વિકલ્પમાં પણ એકવચન અને બહુવચનની અપેક્ષાએ સોળ ભંગ થાય છે.
આ રીતે મનુષ્યોમાં અશાશ્વતપ્રયોગોના- દ્વિસંયોગી ૮ ભંગ, ત્રિસંયોગી ૨૪ ભંગ, ચાર સંયોગી ૩૨ ભંગ, પાંચ સંયોગી ૧૬ ભંગ થાય છે અને અગિયાર શાશ્વતપ્રયોગોનો અસંયોગી એક ભંગ છે. તે સર્વે ય મળીને કુલ ૮+૨૪+૩+૧+૧ = ૮૧ ભંગ થાય છે. આ સર્વ ભંગો ભાવાર્થથી સ્પષ્ટ છે. વાણવ્યંતરાદિ દેવોમાં પ્રયોગ ભંગ - |१४ वाणमंतरजोइसियवेमाणिया जहा असुरकुमारा । ભાવાર્થ:- વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોના પ્રયોગ સંબંધી કથન અસુરકુમારોના પ્રયોગની સમાન સમજવું જોઈએ.