________________
[ ૩૨૬]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
હોય છે, (૫) ક્યારેક કોઈ એક આહારકમિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૬) ક્યારેક અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે. (૭) ક્યારેક કોઈ એક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૮) ક્યારેક અનેક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે. આ પ્રમાણે એક-એકના સંયોગે આઠ ભંગ થાય છે.
ઘણા અગિયાર પ્રયોગી સાથે ત્રિસંયોગીના ૨૪ ભંગ- (૧) ક્યારેક કોઈ એક ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગી અને એક આહારક શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક આહારક શરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક અનેક ઔદારિક મિશ્રા શરીર કાયપ્રયોગી હોય છે અને એક આહારક શરીર કાયપ્રયોગી હોય છે. (૪) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી અને અનેક આહારક શરીર કાયપ્રયોગી હોય છે, આ ચાર ભંગ થાય છે. અથવા (૧) ક્યારેક એક મનુષ્ય ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે અને એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક ઔદારિકમિશ્રશરીર કાયપ્રયોગી હોય છે અને અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે. (૩) ક્યારેક અનેક ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક અનેક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી અને અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રમાણે ચાર ભંગ થાય છે. અથવા (૧) ક્યારેક એક મનુષ્ય ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક કોઈ અનેક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી અને એક કાર્યણશરીર કાયપ્રયોગી હોય છે. (૪) ક્યારેક અનેક ઔદારિક મિશ્રશરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રમાણે પણ ચાર ભંગ થાય છે. (આ રીતે ઔદારિક મિશ્ર સાથેના કુલ ૪ +૪+૪= ૧૨ ભંગ થાય છે).
અથવા (૧) ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૨)ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૩)ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે, (૪)ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી હોય છે. આ પ્રમાણે પ્રથમ ચૌભંગી થાય છે. અથવા (૧) ક્યારેક કોઈ એક આહારક શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૩) ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી અને એક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક અનેક આહારક શરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે. આ પ્રમાણે બીજી ચૌભંગી થાય છે.
અથવા (૧) ક્યારેક કોઈ એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી અને એક કાર્મણશરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે અને અનેક કાર્પણ શરીર કાયપ્રયોગી હોય છે.(૩) ક્યારેક અનેક આહારક મિશ્ર શરીર કાયપ્રયોગી અને એક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, (૪) ક્યારેક અનેક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી અને અનેક કાર્મણ શરીર કાયપ્રયોગી હોય છે, આ પ્રમાણે ત્રીજી ચોભંગી થાય છે. (આ આહારક શરીર કાયપ્રયોગી આદિની સાથેના કુલ ૪+૪+૪ = ૧૨ ભંગ થાય છે અને ઔદારિક મિશ્ર સાથેના ઉપરોક્ત ૧૨ ભંગ મેળવતાં ૧૨+૧૨ = ૨૪ ભંગ થાય છે). ઘણા ૧૧ પ્રયોગી સાથે ચાર સંયોગીના ૩ર ભંગ:- (૧)ક્યારેક એક ઔદારિકમિશ્ર શરીર કાયપ્રયોગી, એક આહારક શરીર કાયપ્રયોગી અને એક આહારક મિશ્રશરીર કાયપ્રયોગી હોય છે, (૨) ક્યારેક એક