________________
| પંદરમું પદ : ઈન્દ્રિયઃ ઉદ્દેશક-૨,
૩૦૭
જીવ પ્રકાર પૃથ્વી, પાણી, વનસ્પતિ તેઉકાય, વાયુકાય ત્રણ વિકસેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય
ભૂતકાલીન | વર્તમાનકાલીન
ભવિષ્યકાલીન અનંત | ૧ |પ.૬૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત અનંત
૧ |૬, ૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત અનંત
|૬૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત અનંત
| |૫,૬,૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત અનંત | ૫ |x | ૫,૬,૭, સંખ્યાત, અસંખ્યાત, અનંત
لا مانع
૨૪ દંડકના અનેક જીવોની સૈકાલિક ભાવેદ્રિય:
७६ रइयाणं भंते ! केवइया भाविदिया अतीता ? गोयमा ! अणंता । केवइया बद्धेल्लगा? असंखेज्जा । केवइया पुरेक्खडा? अणंता ।
एवं जहा दव्विदिएसु पोहत्तेणंदंडओ भणिओ तहा भाविदिएसु विपोहत्तेणंदंडओ भाणियव्वो, णवरं- वणस्सइकाइयाणं बद्धेल्लगा वि अणंता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઘણા નૈરયિકોને અતીત ભાવેન્દ્રિયો કેટલી થઈ છે? ઉત્તર- હે ગૌતમ! અનંત થઈ છે. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નૈરયિકોને બદ્ધ ભાવેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- તે અસંખ્યાત છે. પ્રશ્ન- હે ભગવન્! ઘણા નૈરયિકોને પુરસ્કૃત ભાવેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અનંત છે.
જેમ દ્રવ્યન્દ્રિયોમાં બહુવચનનો આલાપક કહ્યો છે, તેમજ ભાવેદ્રિયોમાં પણ બહુવચનનો આલાપક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે વનસ્પતિકાયિકોને બદ્ધ ભાવેન્દ્રિયો પણ અનંત છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના અનેક જીવોની સૈકાલિક ભાવેન્દ્રિયોનું કથન છે.
૨૪ દંડકના અનેક જીવોએ પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વસ્થાનમાં અનંત જન્મ-મરણ કર્યા છે, તેથી પાંચ અનુત્તર વિમાનને છોડી શેષ સર્વસ્થાનમાં અનંત ભાવેન્દ્રિયો થઈ છે.
૨૪ દંડકના અનેક જીવોની વર્તમાનકાલીન ભાવેન્દ્રિયો તે તે દંડકના જીવોની સંખ્યા અનુસાર થાય છે. યથા- નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પ્રથમ દેવલોકથી અનુત્તર વિમાનના દેવો, પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યોમાં અસંખ્યાત ભાવેદ્રિયો હોય છે, વનસ્પતિકાયમાં અનંત જીવો હોવાથી અનંત ભાવેન્દ્રિયો હોય છે. સંજ્ઞી મનુષ્યો અને સર્વાર્થસિદ્ધ વિમાના દેવો સંખ્યાતા હોવાથી તેમને સંખ્યાત ભાવેન્દ્રિયો હોય છે.
૨૪ દંડકના અનેક જીવોની ભવિષ્યકાલીન ભાવેન્દ્રિયો પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ જીવોને અનંત થશે.
ચાર અનુત્તરવિમાનના દેવોનું ભવભ્રમણ સંખ્યાતકાલનું જ હોય છે પરંતુ તે દેવોની સંખ્યા અસંખ્યાત હોવાથી તે દેવોને ભવિષ્યકાલીન ભાવેન્દ્રિયો અસંખ્યાત થશે. | સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો એક મનુષ્યનો ભવ પ્રાપ્ત કરીને સિદ્ધ થવાના છે. તે દેવો સંખ્યાતા હોવાથી તેને સંખ્યાતા ભાવેન્દ્રિયો પ્રાપ્ત થશે.