________________
| પંદરમું પદઃ ઈન્દ્રિયઃ ઉદ્દેશક-૨
[ ૩૦૧]
દ્રવ્યેન્દ્રિયો કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! સંખ્યાત છે. પ્રશ્ન- હે ભગવન્! સર્વાર્થસિદ્ધદેવોને સર્વાર્થસિદ્ધ દેવપણાની પુરસ્કૃત દ્રવ્યન્દ્રિયો કેટલી થશે? ઉત્તર- હે ગૌતમ ! થશે નહિ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ર૪ દંડકના જીવોને ૨૪ દંડકના જીવપણે થતી સૈકાલિક દ્રવ્યેન્દ્રિયોનું નિરૂપણ છે. ૨૪ દંડકના અનેક જીવોની ભૂતકાલીન દ્રવ્યેન્દ્રિયો - પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં પ્રત્યેક દંડકના જીવોએ ભૂતકાળમાં અનંત જન્મ-મરણ કર્યા છે, તેથી પ્રત્યેક દંડકના જીવોએ પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનમાં ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો કરી છે.
નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયના જીવો ભૂતકાળમાં ક્યારે ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા નથી, તેથી તે જીવોએ પાંચ અનુત્તર વિમાનના દેવપણાની દ્રવ્યેન્દ્રિયો કરી નથી.
સંજ્ઞી મનુષ્ય ભૂતકાળમાં ચાર અનુત્તર વિમાનમાં એક કે બે વાર અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં એક જ વાર ઉત્પન્ન થયા હોય છે. સંજ્ઞી મનુષ્યો સંખ્યાતા જ છે અને પાંચ અનુત્તર વિમાનમાં પણ એક કે બે વાર જ ઉત્પન્ન થયા હોવાથી ભૂતકાળમાં સંખ્યાત દ્રવ્યન્દ્રિયો જ કરી હોય છે.
પહેલા સૌધર્મદેવલોકથી ચાર અનુત્તર વિમાનના વૈમાનિકદેવો ભૂતકાળમાં ચાર અનુત્તરવિમાનમાં એક જ વાર ઉત્પન્ન થયા હોય છે, પરંતુ વૈમાનિક દેવો અસંખ્યાતા હોવાથી તે દેવોએ ચાર અનુત્તર વિમાનના દેવપણાની અસંખ્યાત દ્રવ્યન્દ્રિયો કરી હોય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોમાં મનુષ્ય સિવાયના કોઈપણ જીવો ભૂતકાળમાં ઉત્પન્ન થયેલા નથી, તેથી વૈમાનિક દેવોએ ભૂતકાળમાં સર્વાર્થસિદ્ધ વિમાનના દેવપણાની દ્રવ્યેન્દ્રિયો કરી નથી.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ભૂતકાળમાં ચાર અનુત્તર વિમાનમાં એક જ વાર ઉત્પન્ન થયા હોય છે. સર્વાર્થસિદ્ધવિમાનના દેવો સંખ્યાતા હોવાથી તે દેવોને ચાર અનુત્તરવિમાનના દેવપણાની સંખ્યાત દ્રવ્યેન્દ્રિયો થઈ હોય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ સર્વાર્થસિદ્ધ દેવપણે અતીતકાલમાં ઉત્પન્ન થયા નથી અને ભવિષ્યમાં પણ ઉત્પન્ન થશે નહીં, તેથી તેની અતીત તથા પુરસ્કૃત ઇન્દ્રિયો નથી, વર્તમાનમાં સંખ્યાત છે. ૨૪ દંડકના અનેક જીવોની વર્તમાનકાલીન–બદ્ધદ્રવ્યકિયો - પ્રત્યેકદંડકના જીવોની સંખ્યા અનુસાર તેની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોય છે..
નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, પહેલા દેવલોકથી ચાર અનુત્તર વિમાનના વૈમાનિક દેવો, પાંચ સ્થાવર જીવો, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયને અસંખ્યાત બદ્ધ(વર્તમાનકાલીન)દ્રવ્યન્દ્રિયો હોય છે. મણૂલી વહેલા સિયણિજ્ઞાસિય અતિજ્ઞા –મનુષ્યોની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો કદાચિત્ સંખ્યાત અને કદાચિત્ અસંખ્યાત હોય છે. મનુષ્યોમાં ગર્ભજ મનુષ્યો સંખ્યાત હોય છે અને સંમૂર્છાિમ મનુષ્યોનો વિરહકાલ હોય, ત્યારે ગર્ભજ મનુષ્યો જ હોવાથી બદ્ધ દ્રવ્યેન્દ્રિયો સંખ્યાત હોય છે અને સમૃદ્ઘિમ મનુષ્યો હોય ત્યારે બદ્ધ દ્રવ્યેન્દ્રિયો અસંખ્યાત હોય છે.
| સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો સંખ્યાતા હોવાથી તેની બદ્ધ દ્રવ્યેન્દ્રિયો સંખ્યાત જ હોય છે. પ્રત્યેક જીવોને સ્વસ્થાનમાં પોતે જે ભવમાં હોય તેની અપેક્ષાએ બદ્ધ દ્રવ્યન્દ્રિયો હોય છે. પરસ્થાનની અપેક્ષાએ બદ્ધ દ્રવ્યેન્દ્રિયો હોતી નથી.