________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
આદિ પ્રભુને સમરી ઇન્દ્રિય જીતી અજીત બનું જ્ઞાન સંભવે આત્મ અભિનંદને સુમતિ-હૃદય પો ધરું, સંયમ સુપાર્શ્વ, ચિત્ત ચંદ્ર સમ, સુવિધિપૂર્વક; શીતલ બનાવીને શ્રેયાંસના ભાવ વાસુપૂજ્યમય કરું, જતિ વિમલ, અનંત ધ્રુવ ધર્મ શાંતિમાં રહી; કર્મ કુન્યુ સમ નાશ કરી, અરનાથ મલ્લિની સુગંધ ભરું, મુનિસુવ્રત ધારી નેમિને નમી નેમ પારસ સમ પાળી; પરમ પ્રાણ પ્રજ્ઞા એ સમાધિ વરું.
પ્રિયપાઠક સાધકગણ, આગમ જિજ્ઞાસુ વર્ગ!
આપની સમક્ષ પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને પ્રજ્ઞાપના સૂત્ર ભાગ૨ પ્રકાશિત કરી રહ્યા છીએ તેનો અમને અત્યંત આનંદ છે. પ્રથમ ભાગ આપના કરકમળમાં આવી ગયો હશે? તેનું સંપાદકીય વાંચીને વિગતથી વાકેફ થયા હશો?
સંપાદિકાનો ઉપયોગ રૂપ રાજહંસ સ્યાદ્વાદ સરોવરના કિનારે રહેલા અજાયબ ઘરની મહાવત મઢુલીમાંથી પાંચ મુક્તાફલ લાવીને ૪૭૦ પાનાનું અનુપાન કરી મસ્ત બનતો કલહંસ બની ગયો. તે ઉપયોગ રૂ૫ કલહંસ આજે આપ સમક્ષ પંદર નવા મુક્તાફલ મહાવ્રતની મઢુલીમાંથી લાવીને ચેતના બહેન પાસે બેસીને વિજ્ઞપ્તિ કરે છે. કહો બહેન! આ મુક્તાફલનું રસાસ્વાદવાળુરસયાણ કેવું હશે? તેને મારી ચાંચ દ્વારા હું ખોલું . તેના રસપાનથી મને શ્રુતજ્ઞાનની અપૂર્વ ટૂર્તિ પ્રાપ્ત થાય છે. જેથી તમારી પાસે વાંચના લેવા ઇચ્છું છું.
ચેતના બહેન કહે, સૂણો વહાલા મારા વીરા કલહંસ! તમે તો કલશોર કરી રહ્યા છો મુક્તાફલ ખોલો એટલે તેમાંથી તમને શ્રુતજ્ઞાનની છઠ્ઠા પદની લિપિ વંચાવું. છઠ્ઠું પદ વ્યુત્ક્રાંતિ. કલહંસ- હા, બહેન છટ્ટે આ મુક્તાફલ, એ ખોલ્યું જુઓ લિપિ દેખાણી. ચેતના બહેન- જો હંસ, તેમાં લખ્યું છે. વ્યુત્ક્રાંતિ તેનો અક્ષરશઃ અર્થ સમજી લે
વ્યતીત થઈ ગયેલો કાળ પાછો આવતો નથી ! યુગ વિત્યા તોયે ચેતના જાગૃત પૂર્ણ થઈ નથી! ત્યજ મમતા, ભજ સમતા તો જ પૂર્ણ થવાશે! ક્રાંતિ શુદ્ધિકરણમાં કરતાં, અશુદ્ધિનો વિશાન થાય છે ! તિજ્ઞાણે તારયાણં બનવા સાચું તીર્થ બનવું પડે છે.
સાંભળ હંસવીરા ! આ વ્યુત્ક્રાંતિ રૂપ મુક્તાફલમાં જીવોની ગતિ-આગતિના કર્મ સ્પર્ધકો ભર્યા છે. જીવ ચારે ય ગતિના જીવોમાંથી નીકળે તેને ઉદ્વર્તના કહેવાય અને જ્યાં