________________
પછી ઘણી કાળાશમાં પરિવર્તન કરી, ઉજળા જેવા થઈ જાય છે. આ પ્રશ્ન પણ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે. જીવના ભાવ જીવનની વર્તમાન કાલિક ક્રિયાઓ, વર્તમાન કાલિક સંજોગો, તેના દેહ ઉપર, દેહના અંગોપાંગ ઉપર, દેહના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ પૌલિક ભાવો ઉપર પણ ઘણો જ પ્રભાવ પાડે છે; આ તો એક જ પ્રશ્ન છે, પણ આ પ્રશ્નના આધારે સમગ્ર જૈન દાર્શનિક થીયરી સ્પષ્ટ થાય છે અને શરીરના કે બીજા સંયોગના સંબંધો ઉપર પણ તેમનું સમગ્ર વર્તમાન જીવન અને તેની પ્રણાલી પર ઊંડો પ્રભાવ પાથરે છે. અસ્તુ...
અહીં આપણે આ બે જ વાત કરી. આવા તો સેંકડો વિષય શાસ્ત્રમાં સંકલિત છે. જે ઊંડા અને ગુઢ રહસ્યોથી ભરેલા છે.
આટલું લખ્યા પછી આગળના પ્રજ્ઞાપનાના ૨૦ પદો ઉપર પણ દષ્ટિપાત કરીએ તો અનેક અનેક ઉદાહરણો મનને સ્પર્શી જાય છે. એટલું જ નહીં પણ જોરદાર પ્રવાહથી વહેતી નદી આડા અવળા વળાંક લેતી બધા કિનારાઓને સ્પર્શ કરતી, ઊંડી, છીછરી બનતી અને ક્યારેક તો ધોધ રૂપે પણ ઉપરથી નીચે પડતી હોય છે, એવી જ રીતે આ બધા પદોમાં જ્ઞાનનો ધોધ અને જ્ઞાનની ગંગા ગુણાત્મક રીતે મહત્ત્વ ધરાવતી છલોછલ જાયે જ્ઞાનથી ઉભરાઈ રહી છે. તેથી ઉદાહરણને વિશેષ પ્રસ્તુત ન કરતા પ્રજ્ઞાપનાના અતિવિજ્ઞાનનો ઉલ્લેખ સમાપ્ત કરીશું. ભાષા વિશે કહેવાનું જરૂર મન થાય છે કે ભાષા પદમાં મનુષ્યની ભાષા, પશુપંખીની ભાષા, ભાષાનું મૂળ, ભાષાનો પ્રભાવ અને છેવટે લોકાંત સુધી પહોંચીને સમગ્ર વિશ્વમાં ફરીને પર્યવસાન પામે છે; આ બધો મહત્વપૂર્ણ ઉપદેશ જૈન દર્શનની વિરાટ દષ્ટિની કલ્પના આપે છે. ખરેખર ! તો જૈન કોઈ એક સંપ્રદાય નથી, પરંતુ તે કાળ વિશે બ્રહ્માંડ અને વિશ્વનું ગણિતબદ્ધ સમગ્ર જ્ઞાનકોશ છે. આચારકાંડને કારણે અને સ્વાદુવાદની મર્યાદાનું ઉલ્લંઘન થવાથી જૈનદર્શન, જૈન સંપ્રદાયમાં કારાગૃહ રૂપે પુરાઈ ગયું અને વિતંડાવાદની પણ વર્તમાન સમયમાં અવસ્થાઓ જોવામાં આવે છે. સંપ્રદાયવાદથી થોડા દૂર રહી વ્યાપક દષ્ટિએ જૈનદર્શનનું અધ્યયન કરવામાં આવે અને ખાસ કરીને આ આગમ વિશ્વની જનતા સમક્ષ મૂકવામાં આવે. જે આજે “પ્રાણગુરુ આગમ પ્રકાશન સંસ્થાના માધ્યમથી અને વિદ્વાન મહાસતીજીઓના ભગીરથ પ્રયત્નથી રાત દિવસના બેજોડ જ્ઞાનશ્રમથી ઓછામાં ઓછા ગુજરાતની જનતા સામે મૂકાઈ રહ્યા છે. આશા છે કે સમય પાકશે ત્યારે વિશ્વ ભાષામાં આ આગમો અંકિત થઈને શાયદ વિજ્ઞાનને પણ એક નવી દિશા આપે અને સાથે સાથે અહિંસાના પ્રભાવથી માનવજાતિને સુરક્ષિત કરે. અસ્તુ...
હવે આપણે આ લેખ અહીં પૂરો કરી, લખવાની ઘણી શક્યતા હોવા છતાં અહીં વિરામ પામીએ છીએ, ઓછું અધિક કે કાંઈ વિશેષ કહેવાયું હોય, તો અરિહંત સાક્ષીથી ક્ષમાપ્રાર્થી છીએ. આનંદ મંગલમ્....
જયંતિ મુનિ પેટરબાર
C 26
)
-