________________
[ ૨૭૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
– પંદરમું પદઃ બીજો ઉદ્દેશક – RE/Zzzzzzzzzzz ઉદ્દેશકમાં વર્ણિત વિષય:
इंदिय उवचय णिव्वत्तणा य, समया भवे असंखेज्ज । लद्धी उवओगद्धा, अप्पाबहुए विसेसहिया ॥१॥
ओगाहणा अवाए, ईहा तह वंजणोग्गहे चेव ।
दव्विदिया भाविदिय, तीया बद्धा पुरेक्खडिया ॥२॥ ભાવાર્થ - (ગાથાથ) (૧) ઇન્દ્રિયોપચય (૨) (ઇન્દ્રિય) નિર્વતૈના (૩) નિર્વતૈનાના અસંખ્યાત સમય (૪) લબ્ધિ (૫) ઉપયોગકાળ (૬) અલ્પબદુત્વ (૭) અવગ્રહ (૮) અવાય (૯)ઈહા (૧૦)વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ (૧૧) અતીતબદ્ધપુરસ્કૃત દ્રવ્યેન્દ્રિય અને (૧૨) ભાવેન્દ્રિય આ બાર દ્વારોના માધ્યમથી આ ઉદ્દેશકમાં ઇન્દ્રિયવિષયક પ્રરૂપણા છે. ll૧–રા વિવેચન :
પ્રસ્તુત સૂત્રની ગાથાઓમાં આ ઉદ્દેશકના વિષયોનું સૂચન છે. (૧) ઇજિયોપચય - ૩૫ ની મિનેનેત્યુ જેના દ્વારા ઇન્દ્રિયો ઉપચયને પ્રાપ્ત થાય અર્થાતુ ઇન્દ્રિયોને યોગ્ય પગલોનો સંગ્રહ થવો તે ઇન્દ્રિયોપચય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ દ્વારા જ ઇન્દ્રિયોને યોગ્ય પુગલોનો સંગ્રહ થાય છે તેથી ઇન્દ્રિય પર્યાપ્તિને ઇન્દ્રિયોપચય કહે છે. (ર) નિવૃત્તિ – રચના. ઇન્દ્રિયોના બાહ્ય અને આત્યંત આકારની રચના થવી. (૩) સમય:- ઇન્દ્રિયોના આકારની રચનામાં લાગતા સમયો. (૪) લબ્ધિ:- ઇન્દ્રિયો દ્વારા વિષયોનો બોધ થવા માટે તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ તે લબ્ધિ. (૫) ઉપયોગઃ-તદાવરણીય કર્મોના ક્ષયોપશમના માધ્યમે ઇન્દ્રિય દ્વારા પદાર્થોનો બોધ કરવામાં ઉપયુક્ત થવા, લીન થવું તે ઉપયોગ અર્થાત્ પ્રાપ્ત થયેલી ક્ષયોપશમરૂપ લબ્ધિનો પ્રયોગ કરવો, તે ઉપયોગ. () અલ્પબદુત્વઃ-પાંચ ઇન્દ્રિયોના ઉપયોગની સમય મર્યાદા(સ્થિતિ)માં થતી ન્યૂનાધિકતાનું નિરૂપણ. (૭) અવગ્રહ - નવગ્રહ-રિએ વત્તાવ્ય ઇન્દ્રિયો દ્વારા વસ્તુ તત્ત્વનો બોધ કરવો. તેના અવાય આદિ અનેક ભેદ છે. (૮) અવાયઃ– ઇન્દ્રિયો દ્વારા વસ્તુ તત્ત્વનો નિર્ણય કરવો. (૯) ઈહા - ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયની વિચારણા કરવી. (૧) વ્યંજનાવગ્રહ–અર્થાવગ્રહ:- ઇન્દ્રિયો સાથે વિષયનો સંયોગ થવો, તે વ્યંજનાવગ્રહ અને ત્યારપછી વિષયોનો આશિક બોધ થવો તે અર્થાવગ્રહ.