________________
| પંદરમું પદ : ઇન્દ્રિયઃ ઉદ્દેશક-૨
| ૨૯ ]
પંદરમું પદ : દ્વિતીય ઉદ્દેશક પરિચય ત્રિક છેક છે ક ક છે. . . . . . . . . . As
આ ઉદ્દેશકમાં ઇન્દ્રિયની બાહ્ય-આત્યંતર રચના, તેનો કાલ, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય રૂપ ઇન્દ્રિયના ભેદ-પ્રભેદોનું અને જીવોને પ્રાપ્ત થતી સૈકાલિક ઇન્દ્રિયોનું વિસ્તૃત વર્ણન બાર દ્વારોના માધ્યમથી કર્યું છે.
જીવ સહુ પ્રથમ ઇન્દ્રિયને યોગ્ય પગલોને ગ્રહણ કરીને તેનો ઉપચય–સંગ્રહ કરે છે, ત્યારપછી તેમાંથી ઇન્દ્રિયોની નિવૃત્તિ રચના થાય છે. પ્રત્યેક ઇન્દ્રિયની રચનામાં અંતર્મુહૂર્ત પ્રમાણકાલ વ્યતીત થાય છે. ઇન્દ્રિયોની તથા પ્રકારની પૌગલિક રચનાને દ્રવ્યેન્દ્રિય કહે છે. તે અંગોપાંગ નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે.
તદાવરણીય કર્મના ક્ષયોપશમ અને તેના વિષયનો બોધ થવો. તે ભાવેન્દ્રિય છે. પ્રત્યેક ઇન્દ્રિયનો ઉપયોગકાલ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ છે. ઇન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ કમ– અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા દ્વારા ઇન્દ્રિયજન્ય જ્ઞાન પ્રાપ્ત થાય
સહુ પ્રથમ ઇન્દ્રિયોના વિષય યોગ્ય પુદ્ગલોનો ઇન્દ્રિય સાથે સંયોગ થાય છે. જેમ કે શબ્દના પુદગલોનો કાન સાથે સ્પર્શ થાય તેને વ્યંજનાવગ્રહ કહે છે, ત્યારપછી અત્યંત અસ્પષ્ટ કંઈક અવાજ છે તેવું જ્ઞાન થાય તેને અર્થાવગ્રહ કહે છે, ત્યારપછી આ કોનો અવાજ છે? તદ્વિષયક વિચારણા થાય, વિચારણા કરતાં-કરતાં આ અવાજ મારા મિત્રનો લાગે છે. આ પ્રકારના નિર્ણય તરફ ઝૂકતી તેમ છતાં સંશયાત્મક વિચારણાને ઈહા કહે છે અને ત્યારપછી આ મારા મિત્રનો જ અવાજ છે, આ પ્રકારનું નિર્ણયાત્મક જ્ઞાન અપાય છે અને તે અવાજને સ્મૃતિમાં રાખવો તે ધારણા જ્ઞાન છે.
પાંચે ઇન્દ્રિયો દ્વારા આ પ્રકારનું જ્ઞાન થાય છે. એક ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્ત વિષયને ગ્રહણ કરતી હોવાથી તેમાં વ્યંજનાવગ્રહ થતો નથી. દ્રવ્યેરિયના ભેદ – બે કાન, બે આંખ, બે નસકોરા, એક જિહા અને એક સ્પર્શેન્દ્રિય, આ દ્રવ્યેન્દ્રિયના આઠ ભેદ છે. એકેન્દ્રિયને એક, બેઇન્દ્રિયને બે, તે ઇન્દ્રિયને ચાર, ચૌરેન્દ્રિયને છે અને પંચેન્દ્રિયને આઠ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે.
ત્યારપછી (૧) ૨૪ દંડકના પ્રત્યેક જીવની (૨) ચોવીસ દંડકના અનેક જીવોની (૩) ૨૪ દંડકના પ્રત્યેક જીવની ૨૪ દંડકપણે (૪) ૨૪ દંડકના અનેક જીવોની ૨૪ દંડકપણે આ ચારે ય આલાપકમાં ભૂતકાળમાં પ્રાપ્ત થયેલી, વર્તમાનમાં પ્રાપ્ત અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારી દ્રવ્યેન્દ્રિયોનું વિસ્તૃત વર્ણન છે. ભાવેદિય :- બે કાન, બે આંખ, બે નાક આદિ વિષયને ગ્રહણ કરવાના સાધનરૂપ દ્રવ્યેન્દ્રિય બે-બે હોવા છતાં વિષયને જાણવાની ક્ષયોપશમ શક્તિ અને તેના વ્યાપાર(ઉપયોગ)રૂપ ભાવેન્દ્રિય એક-એક જ છે, તેથી ભાવેન્દ્રિય કુલ પાંચ છે– શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય.
ઉપરોક્ત દ્રવ્યન્દ્રિયમાં કરાયેલા ચાર આલાપકોના માધ્યમે ભાવેન્દ્રિયનું પણ સૈકાલિક વિસ્તૃત વર્ણન છે.