________________
A ,
TALUAT
વણવામાં આવ્યા હોય કે જાણે “નવ કુંકરીનું ભરત” ખેલાતું હોય ! તેવો આભાસ થાય છે. ધન્ય છે, પ્રશ્ન કર્તા ગૌતમસ્વામી જેવા મહા તપસ્વી, મહાજ્ઞાનીને અને કરોડો કરોડ વંદન છે ઉત્તરદાતા ભગવાન મહાવીર જેવા તીર્થંકર દેવાધિદેવને ! આખું શાસ્ત્ર પ્રશ્નોત્તર રૂપે છે અને લગભગ બધા પ્રશ્નો ગૌતમ સ્વામી પૂછે છે. તેવી શાસ્ત્રકારે અણમોલ રચના કરી છે. હવે આપણે આ પંદર પદોમાં કેટલાક વિશિષ્ટ ભાવો છે. તેના પર યથામતિ પ્રકાશ પાડશું..
પન્નવણાના આ પદોમાં ગૌતમ સ્વામી ભાષા સંબંધી ઘણા વિવિધતા સભર પ્રશ્નો પૂછે છે. તેમાં જાનવરની, પશુ પંખીઓની ભાષાની પણ ચર્ચા કરે છે અને કઈ ભાષા સત્ય અને કઈ ભાષા મિથ્યા, તેનું ઉંડાણથી વિવેચન કરે છે, જે ઘણું જ રસપ્રદ છે. સાધારણપણે બધા જડ પદાર્થોને ભગવાન નપુંસકલિંગમાં મૂકે છે પરંતુ આ જડ પદાર્થો સ્ત્રીલિંગરૂપે અને પુલ્લિંગ રૂપે વ્યવહારમાં વપરાય છે. ગૌતમ સ્વામી પૂછે છે કે શું આ ભાષા મિથ્યા નથી? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તે મિથ્યા નથી. આ પ્રશ્નનું તાત્પર્ય એ છે કે શબ્દના આગ્રહી લોકો શબ્દનયનું અવલંબન કરી, કેટલા બધા કુતર્કો પેદા કરી કદાગ્રહને જન્મ આપે છે; પરંતુ જે શબ્દો બોલાય છે, તેના મૂળમાં કયા ભાવો છે, તે ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. મીમાંસા દર્શનમાં પણ તાત્પયાર્થને પ્રાધાન્ય આપ્યું છે. પન્નવણાની આ ભાષા તાત્પર્યાર્થને અનુસરે છે અને ભાષાના શબ્દોને મૂકી ભાવો પ્રત્યે લક્ષ દોરે છે.
આગળ ચાલીને એ જ રીતે ભાષાનું મૌલિક સ્વરૂપ, તેનો પ્રભાવ અને તેનું અવલંબન તથા પર્યવસાન, આવા ગૂઢ પ્રશ્નો પૂછ્યા છે, જે દાર્શનિક ક્ષેત્રે ઘણા જ મહત્ત્વપૂર્ણ છે. ભાષાના મૂળમાં જીવ છે, પ્રભવમાં શરીર છે, અવલંબન પુદ્ગલ પરમાણુનું છે અને પર્યવસાન લોકના અંત સુધી જડાયેલું છે. આમ આ પ્રશ્ન ઘણો જ વૈજ્ઞાનિક અને ગૂઢ છે. જોકે સંપાદક મંડળ અને અનુવાદક વિદ્વાનો સમગ્ર શાસ્ત્રનું પદે પદનું વિવેચન કરવાના છે. જેથી આખો પ્રશ્ન લખ્યો નથી પરંતુ અહીં કહેવાનું એક માત્ર પ્રયોજન એ છે કે પાઠકો આ બધા પ્રશ્નોને અવશ્ય વાંચે, વિચારે અને વાગોળે. આખા તળાવમાં ઘણી જાતની લતાઓ અને સામાન્ય વેલાઓ પ્રસરેલા હોય, જ્યારે કેટલાક નમૂનેદાર ઉચ્ચકોટિના કમળો વચ-વચમાં ખીલેલા હોય, તેમ અહીં શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઘણી સામાન્ય વાતો બાલ જીવોને અનુકૂળ થાય તે રીતે લખેલી હોય પરંતુ વચવચમાં હીરાની કણીઓ, માણેક, મોતી કે રત્નો પણ વિખરાયેલા હોય છે. જેથી વાંચનારાઓએ શાસ્ત્રના અધ્યયન વખતે શ્રદ્ધાપૂર્વક અધ્યયન કરવું જોઈએ. અસ્તુ..
જૈન આગમ અને ખાસ કરીને ભગવતી અને પન્નવણા શાસ્ત્રોમાં જે બોલનું વિવેચન હોય તે બોલને દંડક ઉપર ઉતારી નારકી, દેવ, મનુષ્ય અને તિર્યંચ બધા જીવોને આ બધા બોલ કેટલી માત્રામાં, કેવી રીતે લાગુ પડે છે, તેનું અતિ વિસ્તારથી વર્ણન કર્યું છે. ઉપરાંત આ શાસ્ત્રોની શૈલી એવી છે કે પ્રશ્નકારે જે પ્રશ્ન પૂછ્યો હોય, તેનો ઉત્તર
KC 24 ON: