________________
**
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
અતિ વિજ્ઞાનની આધારશીલા પ્રજ્ઞાપના :
આજે આપણે પન્નવણા સૂત્રના પાંચ પદથી આગળના પદો ઉપર દષ્ટિપાત કરી, કંઈક મહત્ત્વપૂર્ણ વાતો કહેવાનો પ્રયાસ કરીશું.
સમગ્ર પન્નવણા સૂત્ર વિશે જે કાંઈક મહિમા પ્રગટ કર્યો છે. તે પ્રથમ ભાગના અભિગમમાં પ્રકાશિત થયો છે. એટલે અહીં તે વિષયને ગૌણ કરી, પન્નવણા સૂત્રના આ પદોમાં ભગવાન મહાવીરની વાણી જે રીતે સંકલિત થઈ છે, તેનું ‘હાર્દ’ સમજવું
વધારે રસપ્રદ કે જ્ઞાનપ્રદ બની રહેશે.
પન્નવણા શાસ્ત્ર ખરેખર ! જ્ઞાન અને વિજ્ઞાનનો બહુ મૂલ્ય ભંડાર છે. જેમાં વિજ્ઞાન અને તેનાથી પણ આગળ વધી અતિ વિજ્ઞાનમાં ડોકીયું કરી શકાય, તેવા ભાવો ભરેલા છે. જૈન શાસ્ત્રની એ પરંપરા છે કે ઘણા બધા પ્રશ્નોની ચૌભંગી, અષ્ટભંગી, નવભંગી કે અનેક ભંગી પ્રદર્શિત કરીને, જ્ઞાનનું ગણિત કરવામાં આવે છે. તેમજ તેની સૂક્ષ્મ વિચારણા દ્વારા યોગને ગણિતાનુયોગ સાથે જોડી પ્રશ્નના બધા પાસાઓને સ્પર્શ કરવામાં આવે છે અને સ્પર્શ કરવા છતાં તેને અથવા પ્રશ્નના ઉત્તરને સ્યાદ્વાદ શૈલીથી કથન કરી, બાકીના અકથ્ય ભાવોને મૂકી દેવામાં આવે છે. ક્યારેક શાસ્ત્રકારે સ્વયં કેટલાક પ્રશ્નોને અવક્તવ્ય કહી, “પ્રશ્નની સીમાથી પરે છે’’ તેવો ભાવ પ્રરૂપિત કર્યો છે, જેમ કે– એક પરમાણુ વિશે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે અને તેના ગુણધર્મ વિશે જિજ્ઞાસા કરે છે, ત્યારે ભગવાન સ્વયં અવક્તવ્ય કહી, શબ્દાતીત ભાવોને જણાવે છે.
AB
જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને માલૂમ છે કે– સપ્તભંગીમાં નિરૂપણની શૈલીને સપ્તભંગી તરીકે ઓળખાવી છે. તેમાં એક ભંગ અર્થાત્ ચોથો ભંગ અવક્તવ્યનો છે. આથી સ્પષ્ટ થાય છે કે– જગતનું સૂક્ષ્મ પરિણમન વાણીથી ‘પરે’ અવક્તવ્ય રહી જાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં અવક્તવ્યનો અનેક સ્થાને ઉલ્લેખ છે. છઠ્ઠા પદથી લઈ વીસ પદ સુધી જાણે પ્રશ્નોનો એક મોટો પહાડ દષ્ટિગત થાય છે. ઘણા પ્રશ્નો જૈન તત્ત્વજ્ઞાનનો સામાન્ય રીતે સ્પર્શ કરે છે. જ્યારે કેટલાક પ્રશ્નો અટપટા, અતિગંભીર અને આપણે આપણી બુદ્ધિથી બિલકુલ જવાબ ન આપી શકીએ તેવા બહુ જાણવા યોગ્ય અને ઊંડાણથી સમજવા યોગ્ય છે.
અભ્યાસીની બુદ્ધિને જાણે ખંડ ખંડ કોરી કોરીને તેમાં જ્ઞાનના તાણા-વાણાઓ
23