________________
અગિયારમું પદ : ભાષા
? गोयमा ! णेरइया णं सच्चं पि भासं भासंति जाव असच्चामोस पि भासं भासति । ए वं असुरकुमारा जाव थणियकुमारा ।
૧૫૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિકો સત્ય ભાષા બોલે છે, અસત્ય ભાષા બોલે છે, મિશ્ર બોલે છે કે વ્યવહાર ભાષા બોલે છે ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો સત્ય ભાષા પણ બોલે છે, અસત્ય ભાષા પણ બોલે છે, મિશ્ર ભાષા પણ બોલે છે અને વ્યવહાર ભાષા પણ બોલે છે. આ જ રીતે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
४२ बेइंदिय-तेइंदिय- चउरिंदिया य णो सच्चं, णो मोसं, जो सच्चामोसं भासं भासंति, असच्चामोस भासं भासति ।
ભાવાર્થ :- બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવો સત્ય, અસત્ય કે મિશ્ર ભાષા બોલતા નથી, તેઓ વ્યવહાર ભાષા બોલે છે.
४३ पंचेंदियतिरिक्खजोणिया णं भंते! किं सच्चं भासं भासति जाव असच्चामोसं भासं भासंति ? गोयमा ! पंचेंदियतिरिक्खजोणिया णो सच्चं भासं भासंति, णो मोसं भासं भासंति, णो सच्चामोसं भासं भासंति, एगं असच्चामोसं भासं भासंति, णण्णत्थ सिक्खापुव्वगं उत्तरगुणलद्धिं वा पडुच्च सच्चं पि भासं भासंति, मोसं पि भासं भासंति, सच्चामोसं पि भासं भासंति, असच्चामोसं पि भासं भासंति ।
ભાવાર્થ:- પ્રશ્ન-હે ભગવન્ ! પંચેંદ્રિય તિર્યંચ જીવો શું સત્યભાષા બોલે છે? કે યાવત્ વ્યવહાર ભાષા બોલે છે ? ઉત્તર– હે ગૌતમ ! પંચેંદ્રિય તિર્યંચ જીવો સત્યભાષા, અસત્ય ભાષા અને મિશ્ર ભાષા બોલતા નથી, તેઓ માત્ર વ્યવહાર ભાષા બોલે છે, પરંતુ શિક્ષાપૂર્વક અથવા ઉત્તરગુણલબ્ધિની અપેક્ષાએ (પંચેંદ્રિય તિર્યંચો) સત્યભાષા પણ બોલે છે, અસત્ય ભાષા પણ બોલે છે, મિશ્ર ભાષા પણ બોલે છે અને વ્યવહાર ભાષા પણ બોલે છે.
४४ मणुस्सा जाव वेमाणिया एए जहा जीवा तहा भाणियव्वा ।
ભાવાર્થ :- મનુષ્યોથી લઈને વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિક દેવો સુધીની ભાષાના વિષયમાં ઔઘિક જીવોની સમાન જાણવું જોઈએ અર્થાત્ દેવો ચારે પ્રકારની ભાષા બોલે છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવોમાં ચાર પ્રકારની ભાષાનું નિરૂપણ છે.
જે જીવોને ઇન્દ્રિય અને મનની પરિપક્વતા હોય, સમ્યગ્ જ્ઞાન હોય અર્થાત્ દીર્ઘકાલિકી સંજ્ઞા હોય તે જીવો જ શુભાશુભ આશયથી પૂર્વાપરના સંબંધપૂર્વક સત્ય, અસત્ય કે મિશ્ર ભાષાનો પ્રયોગ કરી શકે છે. તેમજ વ્યવહાર ભાષાનો પણ ઉપયોગ કરી શકે છે.
જે જીવોને ઇન્દ્રિય અને મનની પરિપક્વતા ન હોય, સમ્યજ્ઞાન ન હોય, દીર્ઘકાલિકી સંજ્ઞા ન હોય તે જીવો પૂર્વાપરનો સંબંધ કરી શકતા ન હોવાથી સત્ય, અસત્ય કે મિશ્ર ભાષાનો પ્રયોગ કરી શકતા નથી. તે જીવોને જીહેન્દ્રિય હોવાથી એક માત્ર વ્યવહાર ભાષાનું ઉચ્ચારણ કરે છે.