________________
| અગિયારમું પદ : ભાષા
૧૫૩]
पडिवण्णगा ते दुविहा पण्णत्ता, तं जहा- एगिदिया य अणेगिंदिया य ।तत्थ णं जे ते एगिदिया तेणं अभासगा । तत्थणंजेते अणेगिंदिया तेदुविहा पण्णत्ता, तंजहा- पज्जत्तगा य अपज्जत्तगा । तत्थ णं जे ते अपज्जत्तगा ते णं अभासगा । तत्थ णं जे ते पज्जत्तगा ते णं भासगा । से एएणटेणं गोयमा ! एवं वुच्चइ- जीवा भासगा वि अभासगा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જીવો ભાષક છે કે અભાષક? ઉત્તર- હે ગૌતમ! જીવો ભાષક પણ છે અને અભાષક પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જીવો ભાષક પણ છે, અભાષક પણ છે?
ઉત્તર- હે ગૌતમ! જીવોના બે પ્રકાર છે– સંસાર સમાપન્નક અને અસંસાર સમાપન્નક. તેમાંથી જે અસંસાર સમાપન્નક જીવો છે, તે સિદ્ધ છે અને તે અભાષક છે. જે સંસાર સમાપત્રક(સંસારી) જીવો છે, તેના બે પ્રકાર છે- શૈલેશી પ્રતિપન્નક અને અશેલેશી પ્રતિપત્રક. તેમાંથી જે શૈલેશી પ્રતિપન્નક છે, તે અભાષક છે અને જે અશૈલેશી પ્રતિપન્નક છે, તેના બે પ્રકાર છે– એકેન્દ્રિય અને અનેકેન્દ્રિય. તેમાંથી જે એકેન્દ્રિય છે તે અભાષક છે અને જે અનેકેન્દ્રિય(ત્રસ) છે, તેના બે પ્રકાર છે, યથા-પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેમાં જે અપર્યાપ્ત છે તે અભાષક છે અને જે પર્યાપ્ત છે તે ભાષક છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કહેવાય છે કે જીવો ભાષક પણ છે અને અભાષક પણ છે. ३८ णेरइया णं भंते ! किं भासगा अभासगा ? गोयमा ! णेरइया भासगा वि अभासगा वि । से केणटेणं भंते ! एवं वुच्चइ-णेरइया भासगा वि अभासगा वि? ___ गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य, तत्थणं जे ते अपज्जत्तगा ते णं अभासगा, तत्थ णं जे ते पज्जत्तगा तेणं भासगा, से एएणडेणं गोयमा ! एवं वुच्चइ-णेरइया भासगा वि अभासगा वि । एवं एगिदियवज्जाणं णिरंतरं માળિયળ્યું ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! નૈરયિકો ભાષક છે કે અભાષક? ઉત્તર- હે ગૌતમ! નૈરયિકો ભાષક પણ છે અને અભાષક પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે નૈરયિકો ભાષક પણ છે અને અભાષક પણ છે? ઉત્તરહે ગૌતમ! નૈરયિકોના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાંથી જે અપર્યાપ્ત છે તે અભાષક છે અને જે પર્યાપ્યા છે તે ભાષક છે. તેથી હે ગૌતમ! એ પ્રમાણે કથન કર્યું છે કે નૈરયિકો ભાષક પણ છે અને અભાષક પણ છે. આ જ રીતે એકેન્દ્રિયોને છોડીને નિરંતર(બેઇન્દ્રિયથી લઈ વૈમાનિક દેવો પર્યંતના દંડકમાં) કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવોમાં ભાષક-અભાષકનું નિરૂપણ છે.
સયોગી, પર્યાપ્તા ત્રસ જીવો જ ભાષા બોલી શકે છે. સિદ્ધ જીવો અશરીરી છે અને શૈલેશી પ્રતિપન્નક જીવોએ યોગનો વિરોધ કર્યો છે. તેથી તે જીવો ભાષાક નથી. જે જીવોને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે તે ભાષા બોલી શકતા નથી, તેથી પાંચ સ્થાવર જીવો અભાષક છે અને શેષ ૧૯ દંડકના જીવોમાં અપર્યાપ્ત જીવો અભાષક છે અને પર્યાપ્ત જીવો ભાષક છે.